• સોમવાર, 06 જુલાઈ, 2026

123 કરોડનું ‘નલ સે જલ’ કૌભાંડ મહીસાગરમાં વધુ બેની ધરપકડ

ખોટા બીલ પર સહી કરી સાથ આપનાર આસિસ્ટન્ટ ટેક્નિકલ મેનેજરની પણ ધરપકડ

અમારા પ્રતિનિધિ તરફથી

અમદાવાદ,તા.5: મહીસાગર જિલ્લાના ચર્ચિત રૂ.123 કરોડના ‘નલ સે જલ’ યોજના કૌભાંડમાં સીઆઈડી ક્રાઈમે વધુ બે આરોપીઓની ધરપકડ કરી છે, જે સાથે જ આ કેસમાં અત્યાર સુધી જેલભેગા થયેલા આરોપીઓની કુલ સંખ્યા 46 પર પહોંચી ગઈ છે. તાજી કાર્યવાહીમાં લુણાવાડા નગર ભાજપ વ્યાપારી સેલના પ્રમુખ અને કોન્ટ્રાક્ટર કલ્પેશકુમાર જશવંતલાલ શાહની ગાંધીનગરથી ધરપકડ કરાઈ છે, જેમની પાસેથી સરકારના અંદાજે “4.58 કરોડથી વધુની વસૂલાત બાકી છે. આ ઉપરાંત, ખોટા બિલો પર સહી કરી ભ્રષ્ટાચારમાં સાથ આપવા બદલ વાસ્મોના તત્કાલીન આસિસ્ટન્ટ ટેક્નિકલ મેનેજર કર્મવીરાસિંહ મહેન્દ્રાસિંહ સિસોદિયાની નડિયાદથી ધરપકડ કરવામાં આવી છે.

વડાપ્રધાનના આ ડ્રીમ પ્રોજેક્ટમાં થયેલા મોટા પાયે ભ્રષ્ટાચાર અંગે ગત 22 જૂનના રોજ વાસ્મોના યુનિટ મેનેજર ગિરીશ અગોલાએ ફરિયાદ નોંધાવી હતી. તપાસ દરમિયાન સામે આવ્યું છે કે રાજ્યના 714 ગામોમાંથી 620 ગામોમાં આ યોજના હેઠળ ગેરરીતિઓ આચરવામાં આવી છે. અત્યાર સુધીમાં વાસ્મોના કર્મચારીઓ, કોન્ટ્રાક્ટરો અને પાણી સમિતિના સરપંચો સહિત 46 લોકોની ધરપકડ થઈ ચૂકી છે અને ઈઈંઉ ક્રાઈમ દ્વારા હજુ પણ વધુ તપાસ ચલાવવામાં આવી રહી હોવાથી ધરપકડનો આ આંકડો વધવાની પૂરેપૂરી શક્યતા છે.

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક