• મંગળવાર, 07 જુલાઈ, 2026

કોડિનારના આલિદર રોડ પર વૃદ્ધાને લૂંટી લેનાર શખસ ઝડપાયો

કોડિનાર, તા.6: કોડિનાર તાલુકાના આલીદર રોડ પર વૃદ્ધા સાથે લૂંટની ઘટના બની હતી. પોલીસે મોબાઈલ એપ્લિકેશનની લોનના હપ્તા ભરવા માટે લૂંટ કરનાર એક યુવાનને ઝડપી પાડયો છે. આરોપી પાસેથી કુલ રૂ. 4.51 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.

પ્રાપ્ત વિગતો મુજબ ગત 4 જુલાઈના રોજ વિઠ્ઠલપુર બસ સ્ટેશન પાસે એક વૃદ્ધા આલીદર જવા માટે વાહનની રાહ જોઈ રહ્યા હતા. એક યુવાને તેને ઇક્કો કારમાં બેસાડયા હતા. રસ્તામાં મોરવડ ગામ નજીક કાર ચાલકે વૃદ્ધાના ગળા પર છરી મૂકી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ત્યારબાદ વૃદ્ધાના કાનમાંથી આશરે એક તોલાની સોનાની બુંટી લૂંટી લીધી હતી અને તેમને ચાલતી કારમાંથી ધક્કો મારી ફરાર થઈ ગયો હતો. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખી પોલીસે તપાસ શરૂ કરી હતી. સીસીટીવી ફૂટેજ, ટેકનિકલ સર્વેલન્સ અને અન્ય પુરાવાઓના આધારે પોલીસે ઇક્કો કારને ટ્રેસ કરી હતી. પોલીસે આરોપીને ઘાટવડથી કંટાળા જતા રેલવે ફાટક પાસેથી ઝડપી પાડયો હતો. પકડાયેલા આરોપીની ઓળખ હાર્દિક નાનજીભાઈ શિયાળ (રહે. થોરડી) તરીકે થઈ છે.આરોપી અગાઉ પ્રેસ રિપોર્ટર તરીકે કામ કરતો હતો અને હાલમાં ઇક્કો કાર ચલાવતો હતો. પોલીસ પૂછપરછમાં તેણે મોબાઈલ એપ્લિકેશનની લોનના હપ્તા ભરવા અને આર્થિક સંકડામણને કારણે લૂંટ આચર્યાની કબૂલાત કરી છે.

 

 


ઇ-પેપરના નવા શુલ્ક

Sports

ફીફા વર્લ્ડ કપમાં મેજર અપસેટ: નોર્વે સામે હારી બ્રાઝિલ બહાર નોર્વેના અર્લિંગ હાલેન્ડે બે અદ્ભુત ગોલ કરી બ્રાઝિલને હતપ્રભ કરી દીધું July 07, Tue, 2026