• સોમવાર, 29 જૂન, 2026

સાઉદીમાં હેલિકોપ્ટર, ફ્રાન્સમાં પ્લેન ક્રેશ

ફ્રાન્સમાં સ્કાય ડાઇવર્સ લઈ જતું પ્લેન દુર્ઘટનાગ્રસ્ત થયું, સાઉદીમાં અરામકોનું હેલિકોપ્ટર તૂટી પડયું: કુલ 25નાં મૃત્યુ

નવી દિલ્હી, તા. 28 : ફ્રાન્સના નેન્સી શહેર પાસે આવેલા ટોમ્બલેન વિસ્તારમાં રવિવારે સ્કાય ડાઇવર્સને લઈ જઈ રહેલું એક સિવિલિયન વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. જેમાં સવાર તમામ 11 લોકોનાં મૃત્યુ થયાં હતાં. સ્થાનિક પ્રશાસન અનુસાર મૃતકોમાં પાયલોટ સહિત 10 યાત્રી સામેલ છે. આ ઉપરાંત સાઉદી અરબમાં સરકારી તેલ કંપની અરામકોનું એક હેલિકોપ્ટર રસ તનુરા વિસ્તારમાં ક્રેશ થયું હતું અને આ બનાવમાં 14નાં મૃત્યુ થયાં હતાં.

ફ્રાન્સ વિમાન ક્રેશ અંગે માહિતી સામે આવી હતી કે પ્લેન સ્કાય ડાઇવિંગ ગ્રુપને લઈને ઉડાન ઉપર હતું ત્યારે દુર્ઘટના બની હતી. બનાવ બાદ પોલીસે સાલ્વાડોર અલેન્દે સ્ટ્રીટ આસપાસનો વિસ્તાર ખાલી કરાવી દીધો હતો અને લોકોને દુર રહેવાની સલાહ આપી હતી. ફ્રાન્સના ગૃહમંત્રી પણ બનાવ સ્થળે પહોંચી ગયા હતા. જ્યારે સાઉદીમા 14નો ભોગ લેનારા હેલિકોપ્ટર ક્રેશના બનાવ અંગે સાઉદી અરબના ઊર્જા મંત્રાલયના એક અધિકારીએ કહ્યું હતું કે, હેલિકોપ્ટર સ્થાનિક સમય અનુસાર સવારે છ વાગ્યે રસ તનુરામાં ક્રેશ થયું હતું. દુર્ઘટનામાં જીવ ગુમાવનારા તમામ 14 લોકો સાઉદી નાગરીક હતા. આ મામલે તપાસ શરૂ કરવામાં આવી છે.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક