• રવિવાર, 28 જૂન, 2026

હોકીમાં ભારતની પાકિસ્તાન સામે શાનદાર જીત

એફઆઇએચ લીગમાં 0-1થી પાછળ રહ્યા બાદ ભારતીય પુરુષ હોકી ટીમે 7-1થી પાકિસ્તાનને પછાડયું

લંડન, તા. 27 : લંડનના લી વેલી હોકી એન્ડ ટેનિસ સેન્ટરમાં રમાયેલા એફઆઇએચ પ્રો લીગના એક હાઇ વોલ્ટેજ મુકાબલામાં ભારતીય પુરુષ હોકી ટીમે ચિર પ્રતિદ્વંદ્વી પાકિસ્તાનને 7-1ના મોટા અંતરથી હરાવ્યું હતું. મેચની શરૂઆતમાં 0-1થી પાછળ રહ્યા બાદ કેપ્ટન હરમનપ્રીત સિંહની આગેવાનીમાં ભારતીય ટીમે એવી આક્રમકતા બતાવી હતી કે પાકિસ્તાની ટીમ વેરવિખેર થઈ હતી. આ પાકિસ્તાન સામે ભારતની સતત 17મી ઐતિહાસિક જીત બની હતી.

પાકિસ્તાન સામે જીત સાથે જ ભારત પોઇન્ટ ટેબલમાં સ્પેનને પછાડીને સાતમા સ્થાને પહોંચી ગયું છે. ભારતના હવે 15 મેચમાં 17 અંક થયા છે. મુકાબલા દરમિયાન ભારતીય મીડફીલ્ડર્સ અને ફોરવર્ડસે સારી તાલમેલ બતાવી હતી. કુલ 36 વખત વિપક્ષી દાયરામાં પહોંચીને ભારતે મેચમાં પૂરી રીતે દબદબો રાખ્યો હતો. શાનદાર રમત માટે હાર્દિક સિંહને પ્લેયર ઓફ ધ મેચ પસંદ કરવામાં આવ્યો હતો.

 

ઇ-પેપરના નવા શુલ્ક