• રવિવાર, 28 જૂન, 2026

ભારતમાં પરમાણુ ઊર્જાથી ચાલતું વિશ્વનું પ્રથમ હાઈડ્રોજન ઉત્પાદન કેન્દ્ર સ્થાપિત

સ્વચ્છ ઊર્જા અને આધુનિક પરમાણુ ટેકનોલોજીનાં ક્ષેત્રમાં એક મોટી ઉપલબ્ધિ

ચેન્નઈ, તા.27: ભારતે સ્વચ્છ ઊર્જા અને આધુનિક પરમાણુ ટેકનોલોજીનાં ક્ષેત્રમાં એક મોટી ઉપલબ્ધિ હાંસલ કરી છે. પરમાણુ ઊર્જા વિભાગ દ્વારા કલપક્કમમાં ઈંદિરા ગાંધી પરમાણુ સંશોધન કેન્દ્રમાં પરમાણુ ઊર્જાથી ચાલતું વિશ્વનું પ્રથમ હાઈડ્રોજન ઉત્પાદન કેન્દ્ર સ્થાપિત કરવામાં આવ્યું છે. આ કેન્દ્ર ટેકનોલોજી ડેમોંસ્ટ્રેટર તરીકે સ્થાપિત કરવામાં આવ્યું છે. જેથી ભાભા પરમાણુ સંશોધન કેન્દ્ર(બીએઆરસી)-મુંબઈ દ્વારા સ્વદેશમાં વિકસિત કોપર-ક્લોરીન થર્મોકેમિકલ પ્રક્રિયાનો ઉપયોગ કરીને પરમાણુ ઊર્જામાંથી હાઈડ્રોજન બનાવવાની પ્રક્રિયાને પારખી શકાય.

ઇ-પેપરના નવા શુલ્ક