વિકટોરિયા, તા. 28 : વડાપ્રધાન નરેન્દ્ર મોદીને રવિવારે સેશલ્સનાં સર્વોચ્ચ સન્માન ‘ગાર્જિયન ઓફ બ્લ્યૂ હોરાઇઝન’થી સન્માનિત કરાયા હતા, આજ સુધી મોદીને 34 દેશનાં સર્વોચ્ચ નાગરિક સન્માન મળી ચૂકયાં છે. આ અવસરે સેશલ્સમાંથી સંદેશ આપતાં વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે, ભારત એવા હિન્દ મહાસાગરની કલ્પના કરે છે, જ્યાં સમુદ્રી સુરક્ષાની સાથો સાથ આર્થિક સમૃદ્ધિ પણ વધે છે. ભારત અને સેશલ્સે સાથે મળીને હિન્દ મહાસાગરને ‘અવસરોનો મહાસાગર’ બનાવવાની દિશામાં કામ કરવું જોઇએ, તેવું વડાપ્રધાને જણાવ્યું હતું.
----------
સોનું, ઈંધણ ઉપર અપીલની અસર
: મોદી
નવી દિલ્હી, તા. 28 : પીએમ મોદીએ
રવિવારે મન કી બાતના 135મા એપિસોડમાં સોનું ન ખરીદવા, પેટ્રોલ-ડીઝલ બચાવવાની અપીલની
અસર ઉપર ચર્ચા કરી હતી. મોદીએ કહ્યું હતું કે, તેઓ દેશના દરેક નાગરિકોના આભારી છે જેઓએ
અપીલનું સમર્થન કર્યું અને તેમાં સહયોગ પણ કરી રહ્યા છે. ઘણા પરિવારોએ પોતાના અનુભવ પણ કહ્યા હતા. એક જ દિશામાં
અલગ અલગ સાધનોથી જનારા લોકો હવે સાથે આવી રહ્યા છે. તેઓને ખુશી છે કે ભારતીયો સંકટનો
સામનો સાથે મળીને કરી રહ્યા છે. પીએમ મોદીએ મન કી બાત કાર્યક્રમમાં યોગ દિવસ અંગે પણ
વાત કરી હતી અને કહ્યું હતું કે આંતરરાષ્ટ્રીય યોગ દિવસે પુરી દુનિયાના 2500થી વધારે
સ્થળે યોગના અનેક કાર્યક્રમ થયા હતા.