વૈભવ સૂર્યવંશી ઉપરાંત બે અન્ય ખેલાડીના ડેબ્યૂની સંભાવના
નવી
દિલ્હી, તા. 27 : આયર્લેન્ડ સામે પહેલાં ટી20
મુકાબલામાં મળેલી હારે ભારતીય ટીમના ડ્રેસિંગ રૂમમાં ખલબલી મચાવી છે. બેલફાસ્ટની ધીમી
અને વધુ ઉછાળ ધરાવતી પીચ ઉપર બોલરોના અંતિમ ઓવરોમાં ખરાબ પ્રદર્શનનાં કારણે ભારતનો
ટી20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સતત 12 શ્રેણી અથવા ટૂર્નામેન્ટ જીતવાનો વિજય રથ થંભી
થયો છે. જો કે ભારતીય ટીમ પાસે હજી પણ સતત 16 શ્રેણીમાં અજેય રહેવાનો મોટો રેકોર્ડ
દાવ ઉપર છે, જેને ટીમ કોઈપણ ભોગે બચાવવા માગશે.
કરો
યા મરોના મુકાબલામાં નવા કેપ્ટન શ્રેયસ અય્યરની ટીમ પસંદથી અને બોલરોના રોટેશનની રણનીતિ
ધ્યાનમાં રહેશે. ગત મેચમાં વોશિંગ્ટન સુંદરને પહેલી વખત 16મી ઓવર સોંપવામાં આવી હતી
અને તે મોંઘી સાબિત થઈ હતી. તેનાથી મેચ પલટયો હતો. હવે જો સૂર્યાંશ શેડગે સમય ઉપર ઉપલબ્ધ
રહેશે તો સુંદરની જગ્યા લઈ શકે છે. આ ઉપરાંત વૈભવ સૂર્યવંશીના ડેબ્યૂની પૂરી સંભાવના
છે. વૈભવ સંજુ સેમસનની જગ્યા લઈ શકે છે. જેણે પહેલાં મેચમાં ચાર બોલમાં માત્ર પાંચ
રનની ઇનિંગ રમી હતી. હર્ષિત રાણાએ પહેલા ઇજા બાદ વાપસી કરતા 24 રન આપીને ત્રણ વિકેટ
લીધી હતી. આ સ્થિતિમાં હર્ષિત બુમરાહની ગેરહાજરીમાં ટીમમાં સ્થાયી સ્થાન મેળવવાના ઈરાદે
મેદાનમાં ઉતરશે જ્યારે પ્રસિદ્ધ કૃષ્ણાની જગ્યાએ પ્રિન્સ યાદવને ડેબ્યૂની તક મળી શકે
છે. જેણે આઇપીએલમાં પણ સારું પ્રદર્શન કર્યું હતું.