• સોમવાર, 29 જૂન, 2026

ભારત સામે આયરલેન્ડનો પ્રથમ શ્રેણી વિજય વર્લ્ડ ચેમ્પિયન ટીમ ઇન્ડિયાનો 2-0થી સફાયો કર્યો

બીજા ઝ-20 મેચમાં આયરલેન્ડનો     1 રને રોમાંચક વિજય

બેલફાસ્ટ તા.28: આયરલેન્ડે ઇતિહાસ રચીને ટીમ ઇન્ડિયા સામે પહેલી ઇન્ટરનેશનલ સિરીઝ જીતી છે. બીજા ટી-20 મેચમાં આયરલેન્ડનો 1 રને રોમાંચક વિજય થયો હતો અને 2 મેચની શ્રેણીમાં ભારતનો 2-0થી સફાયો કર્યો હતો. આયરલેન્ડના 8 વિકેટે 1પ8 રનના જવાબમાં ભારતીય ટીમ 9 વિકેટે 1પ3 રને અટકી ગઇ હતી. ભારત તરફથી તિલક વર્માએ સર્વાધિક પપ રન કર્યાં હતા. અંતમાં હર્ષિત રાણાએ 10 દડામાં 21 રન કરી મેચ રોમાંચક બનાવ્યો હતો, પણ ભારત વિજયથી બે રન દૂર રહ્યું હતું. ઓપનિંગ જોડી અભિષેક અને સંજૂ ગોલ્ડન ડક થયા હતા. કપ્તાન શ્રેયસ 10 અને ઇશાન 12 રન જ કરી શકયા હતા. આજના મેચમાં પણ વૈભવને મોકો ન આપવો ભારતીય ટીમને ભારે પડયો હતો. આયરલેન્ડ તરફથી મેથ્યૂ હોલાર્ડ અને જય મુંદ્રાએ 3-3 વિકેટ લીધી હતી.

અગાઉ ભારતે ટોસ જીતી બોલિંગ પસંદ કરી હતી. આયરલેન્ડે હેરી ટેકટરના 47 દડામાં પ ચોક્કા અને 1 છક્કાથી પ3 રનની ઈનિંગથી 20 ઓવરમાં 8 વિકેટે 1પ4 રનનો સ્કોર નોંધાવ્યો હતો. પ્રિન્સ યાદવે ટી-20 ડેબ્યૂ મેચમાં શાનદાર બોલિંગ કરીને 22 રનમાં 3 વિકેટ લીધી હતી. આયરલેન્ડની શરૂઆત નબળી રહી હતી અને પાવર પ્લેની 6 ઓવરમાં 44 રનમાં 2 વિકેટ ગુમાવી હતી. 48 રને ત્રીજી વિકેટ પડી હતી. આ પછી હેરી ટેકટર અને બેન કૈલિટઝ વચ્ચે ચોથી વિકેટમાં 44 દડામાં 6પ રનની ઉપયોગી ભાગીદારી થઇ હતી. કૈલિટઝ 37 રને આઉટ થઇ હતી. ડેથ ઓવર્સમાં જોર્જ ડોકરેલે 19 રનની ઝડપી ઈનિંગ રમી હતી. આથી આયરલેન્ડનો ટોટલ 1પ4 રન સુધી પહોંચ્યો હતો. પ્રિન્સની 3 વિકેટ ઉપરાંત અર્શદીપ અને શિવમે 2-2 વિકેટ લીધી હતી.

 

ઇ-પેપરના નવા શુલ્ક