• સોમવાર, 29 જૂન, 2026

કરાચીમાં પાક. સુરક્ષાદળોની છાવણી ઉપર આતંકી હુમલો

4 રેન્જર્સ અને 6 આતંકવાદી મરાયા : પહેલાં ગોળીબાર અને પછી થયો જોરદાર ધડાકો

ઈસ્લામાબાદ, તા.28 : પાકિસ્તાનનાં કરાચીમાં શનિવારની મોડી રાતે સુરક્ષાદળોની એક છાવણી ઉપર હુમલો થયો હતો. આ હુમલામાં ચાર પાકિસ્તાની રેન્જર્સ મરાયા હતા અને છ આતંકવાદીનો પણ ખાત્મો થયો હતો. પાક. સુરક્ષા દળો દ્વારા એક આતંકવાદીને જીવિત પકડી પાડવામાં આવ્યો છે.

કરાચીમાં સુરક્ષા દળોના કેમ્પમાં ધડાકો થતાં પહેલાં ગોળીબારનાં અવાજો ગુંજી ઉઠયા હતા. જેને પગલે પાક. રેન્જર્સ અને પોલીસે ઘટનાસ્થળને ઘેરી લીધું હતું અને આતંકવાદીઓ સામે મૂઠભેડ શરૂ થઈ ગઈ હતી. આ હુમલાની જવાબદારી તહરીક-એ-તાલિબાન સાથે જોડાયેલા એક જૂથ જમાત-ઉલ-અહરારે લીધી હતી. પાકિસ્તાની સેનાએ આ હુમલા માટે ભારતને જવાબદાર ઠેરવતાં વળતા પ્રહારમાં ભારતે કહ્યું હતું કે, પાક પહેલાં પોતાની કરતૂતોને જોવે.

ભારતીય વિદેશ મંત્રાલયના પ્રવકતા રણધીર જયસ્વાલે જણાવ્યું હતું કે, બીજાં પર આંગળી ઉઠાવવાનાં સ્થાને પાકિસ્તાન પોતાનું ચરિત્ર જોઇ જાય.

 

ઇ-પેપરના નવા શુલ્ક