સેમિમાં ઓસ્ટ્રેલિયા સામે વિન્ડિઝ અને ઈંગ્લેન્ડ વિ. આફ્રિકાની ટકકર થશે
લંડન
તા.28: મહિલા ટી-20 વિશ્વ કપમાંથી ભારતીય ટીમ બહાર થઇ છે. કરો યા મરો સમાન મેચમાં ભારત
સામે ઓસ્ટ્રેલિયા મહિલા ટીમનો 6 દડા બાકી રહેતા 6 વિકેટે વિજય થયો હતો. ભારતની હારથી
દ. આફ્રિકા ટીમનો સેમિ ફાઇનલ પ્રવેશ થયો હતો. પહેલા સેમિમાં ઓસ્ટ્રેલિયા સામે વેસ્ટ
ઈન્ડિઝની અને બીજા સેમિમાં ઈંગ્લેન્ડ સામે દ. આફ્રિકાની ટકકર થશે. ભારતીય મહિલા ટીમે
પ મેચમાં 3 જીતથી 6 અંક સાથે વિશ્વ કપની સફર સમાપ્ત કરી છે. ઓસ્ટ્રેલિયાએ 171 રનનો
વિજય લક્ષ્યાંક 19 ઓવરમાં સર કરી લીધો હતો.
એલિસ
પેરી અને એશ્લે ગાર્ડનર વચ્ચે ચોથી વિકેટમાં પ9 દડામાં 100 રનની મેચ વિનિંગ ભાગીદારી
થઇ હતી. પેરી 38 દડામાં પ6 રને આઉટ થઇ હતી અને ગાર્ડનર 29 દડામાં પ3 રને નોટઆઉટ રહી
હતી. શ્રી ચરણીને 2 વિકેટ મળી હતી. અગાઉ ભારતીય કપ્તાન હરમનપ્રિત કૌરની 27 દડામાં
6 ચોક્કા-3 છક્કાથી પ6 રનની વિસ્ફોટક ઇનિંગથી ભારતીય મહિલા ટીમના 20 ઓવરમાં 4 વિકેટે
170 રન થયા હતા. હરમનપ્રિતે ઈનિંગની અંતિમ ઓવરમાં ઉપરાઉપરી ત્રણ છક્કા ફટકાર્યાં હતા.
હરમનપ્રિતની રન રફતારથી ભારતીય ટીમે આખરી બે ઓવરમાં 34 રનનો ઉમેરો કર્યોં હતો. હરમન
અને જેમિમા વચ્ચે ત્રીજી વિકેટમાં 4પ દડામાં 64 રનની ભાગીદારી થઇ હતી. જેમિમા અંતિમ
ઓવરમાં રિટાયર્ડ આઉટ થઇ હતી. તેણીએ 28 દડામાં 1 ચોક્કા-1 છક્કાથી 34 રનની ઉપયોગી ઈનિંગ
રમી હતી. સ્મૃતિ અને શેફાલી વચ્ચે પહેલી વિકેટમાં પપ રનમાં 66 રનની ભાગીદારી થઇ હતી.
શેફાલી 26 દડામાં 3 ચોક્કા-1 છક્કાથી 34 રને આઉટ થઇ હતી. જયારે સ્મૃતિ 34 રને રનઆઉટ
થઇ હતી. તેણીએ 37 દડાની ઈનિંગમાં 6 ચોક્કા ફટકાર્યાં હતા. ઋચા 1 અને દીપ્તિ 4 રને નોટઆઉટ
રહી હતી.