• શનિવાર, 27 જૂન, 2026

ઓપરેશન સિંદૂરમાં શહીદ થયા હતા છ જવાન

કેન્દ્ર સરકારે પહેલી વખત સાર્વજનિક કર્યા શહીદોના નામ : યુદ્ધ સ્મારક અને તેની વેબસાઈટ ઉપર નામ અંકિત

 

નવી દિલ્હી, તા. 26 : ભારત સરકારે પહેલી વખત સત્તાવાર રીતે ભારતીય સેનાના એવા છ જવાનના નામનો ખુલાસો કર્યો છે જેઓ ઓપરેશન સિંદૂર દરમિયાન દેશ માટે શહીદ થયા હતા. ગયા વર્ષે મે મહિનામાં પાકિસ્તાન અને પીઓકેમાં આતંકી કેમ્પોને નષ્ટ કરવા માટે ઓપરેશન સિંદૂર કરવામાં આવ્યું હતું. આ ઓપરેશનમાં શહીદ છ બલિદાનોના નામ રાષ્ટ્રીય યુદ્ધ સ્મારકની વેબસાઈટ ઉપર રોલ ઓફ ઓનર ખંડમાં પ્રકાશિત કરવામાં આવ્યા છે અને નવી દિલ્હી સ્થિત યુદ્ધ સ્મારકમાં પણ અંકિત કરવામાં આવ્યા છે.

પહેલી વખત સરકારે ઓપરેશન દરમિયાન ભારતીય સશત્ર દળોને થયેલા નુકસાનને સાર્વજનિક અને સત્તાવાર રીતે સ્વીકાર કર્યો છે નેશનલ વોર મેમોરિયલ વેબસાઈટ અનુસાર શહીદોના નામ સ્મારકની વોલ 3ડી ઉપર 2025ના ભાગમાં લખવામાં આવ્યા છે. આ જવાનોમાં 10 ઈન્ફ્રેન્ટ્રી બ્રિગેડ સુબેદાર મેજર પવન કુમાર, 4 જમ્મુ અને કાશ્મીર લાઈટ ઈન્ફ્રેન્ટ્રી રાઈફલમેન સુનીલ કુમાર (વીર ચક્ર), 5 ફીલ્ડ રેજિમેન્ટના લાન્સ નાયક દિનેશ કુમાર, 851 લાઈટ રેજિમેન્ટના એવિએશન ટેક્નીશિયન મૂડ મુરલીનાયક, 237 ફીલ્ડ વર્કશોપ કંપની હવાલદાર સુનીલકુમાર સિંહ, સાર્જેન્ટ સુરેન્દ્ર કુમાર સામેલ છે.

મે 2025માં ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલેલા ચાર દિવસના સંઘર્ષ દરમિયાન સૈન્ય નુકસાનને લઈને ઘણા પ્રકારની અટકળો ચાલી રહી હતી. જો કે અત્યાર સુધીમાં સરકાર દ્વારા ઓપરેશન સિંદૂર દરમિયાન શહીદ થયેલા કર્મચારીઓની ઓળખનો સત્તાવાર રીતે ખુલાસો કર્યો નહોતો. જો કે રાષ્ટ્રીય યુદ્ધ સ્મારકના રોલ ઓફ ઓનર ઉપર નામોના પ્રકાશન બાદ સત્તાવાર રીતે પુષ્ટિ થઈ છે.

ઇ-પેપરના નવા શુલ્ક

Crime

મોરબી : ડમ્પર પાછળ કાર અથડાતા બે મિત્રોનાં મૃત્યુ June 27, Sat, 2026