આયરલેન્ડ સામેના પહેલા T-20 મેચની ઈલેવનમાં તક મળી નહીં
બેલફાસ્ટ
તા.26: ભારતના જ દુનિયાભરના લાખો ક્રિકેટ ચાહકો 1પ વર્ષીય વન્ડર બોય વૈભવ સૂર્યવંશીના
ટીમ ઈન્ડિયામાં ડેબ્યૂનો ઈંતઝાર કરી રહ્યા હતા. જો કે આ ઈંતઝાર ખેંચાયો છે. આયરલેન્ડ
સામેના પ્રથમ ટી-20 મેચની ભારતીય ઈલેવનમાં પ્રતિભાશાળી બેટર વૈભવ સૂર્યવંશીને તક અપાઇ
ન હતી. ત્યારે સહુ કોઇ એ સવાલ કરી રહ્યા છે કે વૈભવને ઈલેવનની બહાર રાખવાનું કારણ શું
?
1પ
વર્ષની વયે આઇપીએલમાં દુનિયાભરના ભલભલા બોલર્સ સામે નીડર બની ફટકાબાજી કરી 72 છક્કાથી
776 રન કરનાર અને એ પછી લિસ્ટ એ ક્રિકેટમાં 11 દડામાં અર્ધસદીનો રેકોર્ડ રચનાર વૈભવ
અન્ડર-19 ક્રિકેટમાં સાત દેશ સામે સદી કરી ચૂકયો છે. આ છતાં હેડ કોચ ગૌતમ ગંભીરને તેને
ઈલેવનમાં સામેલ ન કરીને બેંચ પર બેસાડવાનો મનસ્વી નિર્ણય લીધો હતો. ટીમ ઇન્ડિયાના બેટિંગ
કોચ સિતાંશુ કોટકનું કહેવું છે કે એક નવા ખેલાડીને મોકો આપવા માટે એવા બેટધરને બહાર
કરવા ઉચિત ગણાશે નહીં, જે સતત રન કરી રહ્યા હોય.