• શનિવાર, 27 જૂન, 2026

મોરબી : ડમ્પર પાછળ કાર અથડાતા બે મિત્રોનાં મૃત્યુ

મોરબી, તા.26: મોરબીની સરતાનપર ચોકડી પાસે આગળ જતા ડમ્પર પાછળ કાર અથડાતા અકસ્માત સર્જાયો હતો. જેમાં કારમાં સવાર બે મિત્રોના મૃત્યુ થયા હતા. બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

વાંકાનેર-મોરબી હાઈવે પર કાર ડમ્પરના પાછળના ભાગે અથડાતા ગમખ્વાર અકસ્માત થયો હતો. જેમાં બે વ્યક્તિના મૃત્યુ થયા હતા. બનાવની મળતી વિગત મુજબ, ગત તા.25ના મહેશભાઈ અઘારા અને તેના મિત્ર અરાવિંદભાઈ જાસિંગભાઈ ઉડેચા (રહે.સરતાનપર)ની કાર લઈને જતા હતા. તે સમયે સરતાનપર રોડ, સરતાનપર ચોકડી પાસે પહોંચતા કાર ડમ્પરના પાછળના ભાગે અથડાઈ હતી. આ અકસ્માતમાં કાર ચાલક અરાવિંદભાઈ ઉડેચા અને મહેશભાઈ અઘારા બંનેને માથા અને પગમાં ગંભીર ઈજા પહોંચતા બંનેના મૃત્યુ થયા હતા. બનાવ અંગે ખાખરાળા ગામે રહેતા મૃતક મહેશભાઈના ભાઈ દશરથભાઈ સામતભાઈ અઘારાએ કાર ચાલક સામે ફરિયાદ નોંધાવતા મોરબી તાલુકા પોલીસે અકસ્માતના બનાવ મામલે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક