વેરાવળ, તા.26: વેરાવળના 21 વર્ષીય સોની યુવાન મીત અંકિતભાઈ માંડલિયાએ ગત તા. 17ના રોજ રાજકોટમાં પોતાના ફુવાના ઘરે એપાર્ટમેન્ટની બાલ્કનીમાંથી કૂદીને આપઘાત કરી લીધો હતો. આ ચકચારી ઘટનામાં મૃતકના પિતાની ફરિયાદના આધારે પોલીસે વેરાવળના ત્રણ શખ્સ ધાર્મિક, ગૌરાંગ અને સંજય વિરુદ્ધ યુવાનને મરવા મજબૂર કરવા બદલ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
પોલીસ
ફરિયાદ અનુસાર, વેરાવળની સોની બજારમાં યશ જ્વેલર્સ નામની દુકાન ચલાવતો મીત ગત તા.
13ની રાત્રે ઘરેથી નીકળ્યા બાદ ગુમ થયો હતો. શરૂઆતમાં તેણે પરિવારને પોતે મિત્રો સાથે
સાસણ હોવાનું જૂઠ્ઠું કહ્યું હતું, પરંતુ વાસ્તવમાં તે રાજકોટથી દિલ્હી અને ત્યાંથી
ચંદીગઢ ગયો હોવાનું સામે આવ્યું છે. શનિવારે ગુમ થયા
બાદ
બુધવારે આપઘાત કર્યો તે દરમિયાનના 4 દિવસમાં તે ક્યાં ગયો હતો અને કોને મળ્યો હતો તે
એક મોટો ભેદ છે.
મૃતક
મીત બે મોબાઈલ ફોન વાપરતો હતો જે હાલ ગુમ છે. ચર્ચા છે કે આ મામલે સોના-ચાંદીના મોટા
આર્થિક વ્યવહારો થયેલા છે. જો પોલીસ ગુમ થયેલા મોબાઈલ શોધી કાઢશે, તો આ આપઘાત પાછળના
અનેક ચોંકાવનારા ખુલાસા થવાની સંભાવના છે. હાલ પોલીસે ગુનો નોંધીને તપાસનો દોર લંબાવ્યો
છે.