• શનિવાર, 27 જૂન, 2026

બુરખા બાદ હવે અજાન ઉપર ડેનમાર્ક લાદશે પ્રતિબંધ

ઈમિગ્રેશન મંત્રીએ કહ્યું, ડેનમાર્કને ઈસ્લામાબાદ બનવા દેવાશે નહી

નવી દિલ્હી તા. 26 : યૂરોપના એક દેશમાં અજાન ઉપર પ્રતિબંધ મુકવાની તૈયારી ચાલી રહી છે. આ દેશ ડેનમાર્ક છે. જયાંની સરકારે છેલ્લા અમુક દિવસોમાં ઈસ્લામીકરણનો હવાલો આપીને ઘણા ઉપાયો લાગુ કર્યા છે. હવે અજાન ઉપર પ્રતિબંધ મુકાવાની ચર્ચા ચાલી રહી છે. દેશના ઈમિગ્રેશન મંત્રીએ ઈસ્લામીકરણ મુદ્દે આકરું વલણ પણ દર્શાવ્યું હતું.

ઈમિગ્રેશન મંત્રી મોર્ટન બોડસ્કોવે થોડા દિવસ પહેલા કહ્યું હતું કે ડેનમાર્કને ઈસ્લામાબાદ બનવા દેવાશે નહી. આ સાથે સરકારની નવી યોજનાઓ અંગે જાણકારી આપી હતી. મંત્રીએ કહ્યું હતું કે ડેનમાર્કમાં ઝડપથી ઈસ્લામીકરણ થઈ રહ્યું છે. જેને હવે સહન કરી શકાશે નહી. અજાનનો અવાજ ડેનમાર્કની છત ઉપરથી સંભળાવો જોઈએ નહી. ડેનમાર્કમાં આવી પ્રવૃતિને કોઈ જગ્યા નથી. ડેનમાર્કની સડકો ઉપર ફરતા લોકોને એવું ન લાગવું જોઈએ કે તેઓ ઈસ્લામાબાદમાં છે. ડેનમાર્ક સરકારે ચાલુ વર્ષે જ એક કાયદો પસાર કરીને સાર્વજનિક સ્થળોએ બુરખા ઉપર પ્રતિબંધ મુકી દીધો હતો.

ઇ-પેપરના નવા શુલ્ક

Crime

મોરબી : ડમ્પર પાછળ કાર અથડાતા બે મિત્રોનાં મૃત્યુ June 27, Sat, 2026