• શનિવાર, 27 જૂન, 2026

સાઉથ બોપલની એલ.ડી.આર. સ્કૂલમાં બાળક સાથે અડપલાંના આક્ષેપ : કર્મચારી સસ્પેન્ડ

શાળા દ્વારા આ ગંભીર બનાવની જાણ ડીઈઓ તથા ડીપીઈઓ કચેરીને પણ કરી

(અમારા પ્રતિનિધિ તરફથી)

અમદાવાદ, તા.26 : અમદાવાદના સાઉથ બોપલ ખાતે વીઆઈપી રોડ પર આવેલી એલડીઆર ઈન્ટરનેશનલ સ્કૂલમાં શાળાના જ કર્મચારીએ વોશરૂમમાં બાળક સાથે શારીરિક અડપલાં કર્યા હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. ગુરુવારે પ્રી-પ્રાયમરીના વાલીએ ફરિયાદ કરેલી કે તેમના બાળક સાથે શારીરિક અડપલા થયા છે અને મામલો શાળાના સંચાલક સુધી પહોંચ્યો હતો. 

એલડીઆર ઈન્ટરનેશનલ સ્કૂલના એક કર્મચારીએ જ પ્રી-પ્રાઇમરીના બાળક સાથે વોશરૂમમાં અડપલાં કર્યા હોવાની ઘટના સામે આવી હતી. આ ઘટનાથી બાળક પણ ડરી ગયો હતો. બાળકે ઘરે જઈને સમગ્ર હકીકત તેના માતા પિતાને જણાવી હતી જેને પગલે દીકરા સાથે શારીરિક અડપલાને લઈને વોલીમાં રોષ જોવા મળ્યો હતો. આ બનાવ અંગે બોપલ પોલીસમાં ફરિયાદ કરવામાં આવી હતી જેથી બાળકના વાલીની સાથે પોલીસ કાફલો સ્કૂલે પહોંચી ગયો હતો. વાલીએ તેમના બાળક સાથે અડપલા થયા હોવાની જાણ શાળા સંચાલકને કરી હતી. નાના બાળક સાથે આ પ્રકારનું વર્તન થયું હોવાનું જાણીને શાળા દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. 

આ ઘટનાની ગંભીરતા સમજીને શાળા સંચાલક દ્વારા તાત્કાલિક અસરથી અડપલાં કરનાર કર્મચારીને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો છે. આ બનાવ અંગે શાળા દ્વારા જિલ્લા શિક્ષણાધિકારી અને ડીપીઈઓને જાણ કરાઈ છે.

ઇ-પેપરના નવા શુલ્ક