• બુધવાર, 10 જૂન, 2026

રાજ્યસભા ચૂંટણી: મધ્યપ્રદેશમાં કોંગ્રેસનાં ઉમેદવાર મીનાક્ષી નટરાજનની ઉમેદવારી રદ

નવી દિલ્હી, તા.9: મધ્યપ્રદેશ રાજ્યસભા ચૂંટણીમાં કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે. કોંગ્રેસનાં ઉમેદવાર મીનાક્ષી નટરાજનની ઉમેદવારીને રિટર્નિંગ ઓફિસર દ્વારા રદ કરી નાખવામાં આવી છે. જેને પગલે રાજ્યસભાની ત્રીજી બેઠક માટેનું ચૂંટણી સમીકરણ બદલાઈ ગયું છે અને ભાજપનાં ત્રણેય ઉમેદવાર બિનહરીફ ચૂંટાઈ જવાની સંભાવના પ્રબળ બની છે.  રાજ્યસભા ચૂંટણી માટે કોંગ્રેસનાં ઉમેદવાર મીનાક્ષી નટરાજનનાં નામાંકન પત્ર સામે ભાજપે વાંધો લીધો હતો. ભાજપનો આરોપ હતો કે, મીનાક્ષીએ પોતાનાં સોગંદનામામાં હૈદરાબાદની એક કોર્ટમાં પેન્ડિંગ કેસની જાણકારી આપેલી નથી. જેનાં આધારે ભાજપે ઉમેદવારી રદ કરવાની માગણી કરી હતી.

 

ઇ-પેપરના નવા શુલ્ક