બેંક ખાતામાંથી 2.74 કરોડના શંકાસ્પદ વ્યવહારો મળ્યા
અમરેલી,
તા.8: અમરેલીના ચક્કરગઢ રોડ પર રહેતા યુવકને શેરબજારમાં ઇન્વેસ્ટમેન્ટ પર સારા વળતરની
લાલચ આપી અલગ-અલગ ઞઙઈં ઈંઉ દ્વારા રૂ.69,441ની છેતરાપિંડી આચરવામાં આવી હતી. આ અંગે
અમરેલી સીટી પોલીસ મથકે ગુનો નોંધાતા, જિલ્લા પોલીસ વડા સંજય ખરાતની સૂચનાથી સીટી પી.આઈ.
એમ.એમ. ઝાલાની ટીમે તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા. પોલીસે ટેકનિકલ અને હ્યુમન સોર્સની
મદદથી આ સાયબર ફ્રોડ આચરનાર આરોપી મહેન્દ્રજી મફાજી ઠાકોર (રહે. વરાણા, જી. પાટણ) ને
ઝડપી પાડયો છે.
પોલીસની
પ્રાથમિક તપાસમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે, જેમાં આરોપીના બેંક એકાઉન્ટ પર ગુજરાત
સહિત દેશના અલગ-અલગ રાજ્યોમાં સાયબર ફ્રોડ અંગેની કુલ 8 ફરિયાદો પહેલેથી જ નોંધાયેલી
હોવાનું ખુલ્યું છે. આ ઉપરાંત, આરોપીના બેંક ખાતાની તપાસ કરતા માત્ર 2 મહિનાના ટૂંકા
સમયગાળામાં જ કુલ રૂ.2,74,40,197 ના શંકાસ્પદ નાણાકીય વ્યવહારો મળી આવ્યા છે. હાલ અમરેલી
સીટી પોલીસે આરોપીની અટકાયત કરી આ આંતરરાજ્ય સાયબર રેકેટના મૂળ સુધી પહોંચવા વધુ તપાસ
હાથ ધરી છે.