(ફૂલછાબ ન્યુઝ)
મોરબી,
તા.9: ટંકારા તાલુકાના મેઘપર ઝાલા ગામમાં જમીન માપણીના પ્રશ્ને ભારે હોબાળો મચ્યો છે.
ગામની સીમમાં આવેલી એક વાડીએ જમીન બાબતે ચાલી રહેલા વિવાદે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું
હતું. આ વિવાદ લોહિયાળ ખેલમાં ફેરવાઈ હત્યામાં પરિણમ્યો હતો. જેમાં કાકા, ભત્રીજાની
હત્યા કરવામાં આવી હતી. હત્યા કરી નાશી છૂટેલા બન્ને આરોપીને ટંકારા પોલીસે ગણતરીની
કલાકોમાં ઝડપી પાડયા હતા.
પ્રાપ્ત
વિગતો મુજબ ટંકારા તાલુકાના મેઘપર ઝાલા ગામે જમીન માપણીના પ્રશ્ને કાકા ભત્રીજા પર
જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. હુમલામાં કાકા જયપાલાસિંહ પ્રતાપાસિંહ ઝાલા (ઉં.વ.40)
અને ભત્રીજા હર્ષવર્ધનાસિંહ દિગ્વિજયાસિંહ ઝાલા (ઉં.વ.રર) ને હુમલામાં ગંભીર ઈજાઓ થતા
કાકા-ભત્રીજા બંનેના મૃત્યુ નીપજ્યા હતા. આ ડબલ મર્ડરની ઘટનાથી સ્થાનિક લોકોમાં ભારે
ફફડાટ અને આક્રોશ ફેલાયો હતો.
ઘટનાની
જાણ થતા જ ટંકારા પોલીસે ઘટના સ્થળે દોડી જઈ બન્ને મૃતદેહોનો કબજો સંભાળી પોસ્ટમોર્ટમ
માટે ટંકારા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં
આવ્યા હતા. જ્યાં ક્ષત્રિય અને રાજકીય આગેવાનોના ટોળેટોળા ઉમટયા હતા. ઘટનાની ગંભીરતાને
જોઈ ટંકારા પી.આઈ. જે.ડી.ઝાલાએ તપાસનો દોર શરૂ કર્યો હતો. અને નાશી છુટેલા આરોપી મહાવીરસિંહ
નરેન્દ્રસિંહ ઝાલા અને તેજપાલસિંહ મહેન્દ્રસિંહ ઝાલા ગણતરીની કલાકોમાં ઝડપી લઈ કાયદેસરની
કાર્યવાહી શરૂ કરી છે.