• બુધવાર, 10 જૂન, 2026

9 દશક બાદ જર્મન ખેલાડી જેવરેવ ફ્રેંચ ઓપન ચેમ્પિયન

પેરિસ, તા.8 જર્મન ખેલાડી એલેક્ઝાંડર જેવરેવ તેની કેરિયરમાં પહેલીવાર ગ્રાંડસ્લેમ ખિતાબ જીતવામાં સફળ રહ્યો છે. તે ફ્રેંચ ઓપન ચેમ્પિયન બન્યો છે. ફાઇનલમાં બીજા ક્રમના જેવરેવનો ઇટાલીના ખેલાડી ફલોવિયો કોબોલી વિરુદ્ધ સેટના સંઘર્ષ પછી 6-1, 4-6, 6-4, 6-7 અને 6-1થી વિજય થયો હતો. ફાઇનલ મુકાબલો 4 કલાક અને 16 મિનિટ સુધી ચાલ્યો હતો. 89 વર્ષ પછી કોઈ જર્મન ખેલાડી ફ્રેંચ ઓપન ચેમ્પિયન બન્યો હતો. અગાઉ 1937માં જર્મનીના હેનર હેન્કેલે ફ્રેંચ ઓપન ખિતાબ જીત્યો હતો. એલેક્ઝાંડર જેવરેવ પહેલા જર્મની તરફથી બોરિસ બેકરે ગ્રાંડસ્લેમ ખિતાબ જીત્યો હતો. બેકર છેલ્લે 1996માં ઓસ્ટ્રેલિયન ઓપન ચેમ્પિયન બન્યો હતો.

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક