પ્રસિદ્ધ કૃષ્ણા સામેલ
નવી
દિલ્હી, તા.9 : આયરલેન્ડ અને ઇંગ્લેન્ડ વિરુદ્ધની આગામી ટી-20 શ્રેણીની ભારતીય ટીમમાંથી
ઝડપી બોલર મોહમ્મદ સિરાજ બહાર થયો છે. તેનાં સ્થાને પ્રસિદ્ધ કૃષ્ણાને સામેલ કરાયો
છે. સિરાજના વર્કલોડ મેનેજમેન્ટને ધ્યાને રાખીને બીસીસીઆઇએ તેને વિશ્રામ આપવાનો નિર્ણય
લીધો છે. સિરાજ અફઘાનિસ્તાન સામેના એક માત્ર ટેસ્ટનો હિસ્સો બન્યો હતો. જેમાં તેણે
11 ઓવર ફેંકી હતી અને 1 વિકેટ લીધી હતી. આ પહેલા આઇપીએલમાં ગુજરાત ટાઇટન્સ તરફથી
17 મેચમાં 19 વિકેટ લીધી હતી. ભારતીય ટીમ 13 જૂનથી અફઘાનિસ્તાન વિરુદ્ધ ત્રણ મેચની
વન ડે શ્રેણી રમશે. આ શ્રેણીમાં સિરાજ રમવાનો છે.
ભારતીય
ટીમ આયરલેન્ડ સામે 26 અને 28 જૂને બે ટી-20 ઇન્ટરનેશનલ મેચ રમશે. આ પછી 11 જુલાઈથી
ઇંગ્લેન્ડ વિરુદ્ધ પાંચ મેચની ટી-20 શ્રેણી રમશે.