આગામી બે દિવસમાં 2-3 ડિગ્રી વધશે તાપમાન, સાત દિવસ બાદ વાતાવરણમાં ફરી પલટો આવશે
રાજકોટ
તા.22: માર્ચની શરૂઆતથી જ આ વર્ષે ઉનાળાએ ડિગ્રી બતાવી હતી. ઉનાળાના પ્રારંભમાં જ તાપમાન
40 ડિગ્રીને પાર પહોંચી ગયું હતું અને લોકોએ આકરા તાપનો અનુભવ કર્યો હતો. ત્યારે છેલ્લા
ત્રણેક દિવસથી વાતાવરણમાં પલટો આવ્યો હતો અને કમોસમી વરસાદ વરસાદથી તાપમાન નીચું ગયું
હતું. પરંતુ હવે કમોસમી વરસાદનું જોર ઘટતા આગામી દિવસોમાં તાપમાનમાં વધારો થશે તેવી
આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.
આગામી બે દિવસમાં રાજ્યના વિવિધ ભાગોમાં તાપમાનમાં હજુ પણ 2થી 3 ડિગ્રીનો વધારો
થઈ શકે છે.
હવામાન
વિભાગના જણાવ્યા મુજબ વર્તમાન પરિસ્થિતિમાં તાપમાનમાં વધારો નોંધાઈ શકે છે. છેલ્લા
48 કલાકમાં તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો વધારો નોંધાશે. જે બાદ સ્થિતિમાં કોઈ પણ પ્રકારનો
વધારો નોંધાશે નહીં. ઉત્તર પશ્ચિમ રાજસ્થાનમાં સાયકલોનિક સર્ક્યુલેશન હતું તે હવે પશ્ચિમ
રાજસ્થાનમાં સક્રિય થયું છે, જેની ગુજરાત પર કોઈ પણ પ્રકારની અસર જોવા મળશે નહીં. આગામી
સાત દિવસ સુધી વાતાવરણ સૂકું રહેશે. જે બાદ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થશે તો વાતાવરણમાં
બદલાવ જોવા મળશે. હાલ પૂરતું નાગરિકોએ વધતા જતા તાપમાન અને સીધા તડકાથી બચવા માટે સાવચેતી
રાખવી જરૂરી બનશે. મહત્તમ તાપમાનમાં 2થી 3 ડિગ્રીનો વધારો થયો છે અને આગામી 24 કલાકમાં
વધુ થી 3 ડિગ્રી તાપમાન વધવાની શક્યતા છે. લઘુતમ તાપમાન પણ હાલમાં સામાન્ય કરતાં 1થી
2 ડિગ્રી જેટલું ઊંચું છે અને આગામી 24 કલાકમાં તેમાં પણ 2 ડિગ્રીની આસપાસ વધારો થવાની
અપેક્ષા છે, ત્યાર બાદ તે સ્થિર રહેશે. વેધર
સિસ્ટમની વાત કરીએ તો, પશ્ચિમ રાજસ્થાન પર એક ચક્રવાતી પરિભ્રમણ છે અને નવું વેસ્ટર્ન
ડિસ્ટર્બન્સ પણ સક્રિય છે પરંતુ ગુજરાત પર તેની કોઈ વિશેષ અસર નથી એટલે આગામી 7 દિવસ
સુધી ગુજરાતમાં વાતાવરણ સૂકું રહેવાની શક્યતા છે. જ્યારે દરિયાકાંઠાના વિસ્તારોમાં
ભારે પવનની શક્યતા દેખાતી નથી.