અમિત શાહ કરશે ખરડો રજૂ : સીએપીએફ દળોમાં ભરતી અને સેવા શરતો વિનિયમિત કરવાનો હેતુ
નવી
દિલ્હી, તા. 21 : કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આગામી સોમવારે રાજ્યસભામાં કેન્દ્રીય
સશત્ર દળ (સામાન્ય પ્રશાસન) વિધેયક, 2026 રજૂ કરશે. જેનો હેતુ સીએપીએફ અધિકારીઓની ભરતી,
પ્રતિનિયુક્તિ અને પ્રમોશનને નિયંત્રિત કરવાનો છે. રાજ્યસભા દ્વારા જાહેર કરવામાં આવેલી
કાર્યસૂચિમાં ખરડાની જાણકારી આપવામાં આવી હતી. તમામ સીએપીએફ દળ - સીઆરપીએફ, બીએસએફ,
આઇટીબીપ અને એસએસબી પોતપોતાના અધિનિયમો દ્વારા સંચાલિત થાય છે. આ અધિનિયમો હેઠળ બનેલા
નિયમ સીએપીએફમાં સમૂહ એ સામાન્ય ડયુટી અધિકારીઓ તથા અન્ય અધિકારીઓ અને કર્મચારીઓની
ભરતી અને સેવા શરતોને નિયંત્રિત કરે છે.
સૂત્રો
અનુસાર કાર્યગત અને પરિચાલન સંબંધિત જરૂરિયાતોના વિસ્તાર તથા સમય સાથે વિકસિત થયેલા
પ્રત્યેક સીએપીએફના વિશિષ્ઠ સંગઠનાત્મક માળખાના કારણે નવા કાયદાની જરૂરિયાત ઉભી થઈ
છે. સીએપીએફને નિયંત્રિત કરવા માટે કોઈ એક કાયદો ન હોવાના કારણે નિયામક માળખું વિખેરાયેલું
હતું અને તેનાં પરિણામે સેવા સંબંધિ મામલે મુકદ્માબાજી થતી હતી તેમજ અમુક પ્રશાસનિક
મુશ્કેલીઓ ઉભી થઈ રહી હતી.
સદન
તરફથી જાહેર કરવામાં આવેલી કાર્યસૂચિ અનુસાર વિધેયકનો હેતુ કેન્દ્રીય સશત્ર પોલીસ દળમાં
સમૂહ એ સામાન્ય ડયૂટી અધિકારી તેમજ અન્ય અધિકારીઓની ભરતી અને સેવા શરતોને નિયંત્રિત
કરતા સામાન્ય નિયમો, દળ સંબંધિત અન્ય નિયમો અને તેના સંબંધિત મામલાને નિયંત્રિત કરવાનો
છે. પ્રસ્તાવિત કાયદાથી કેન્દ્ર અને રાજ્યો વચ્ચે સમન્વય સુનિશ્ચિત કરવા માટે કેન્દ્રીય
સશત્ર પોલીસ દળમાં ભારતીય પોલીસ સેવાના અધિકારીઓની પ્રતિનિયુક્તિની વર્તમાન વ્યવસ્થા
જાળવી રખાશે.