મોસ્કોમાં આયોજીત વિશેષ કાર્યક્રમની ક્ષણ સોશિયલ મીડિયા ઉપર થઈ વાયરલ
મોસ્કો,
તા. 21 : રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનનો એક ભાવુક અને દુર્લભ વીડિયો સોશિયલ
મીડિયા ઉપર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. જેમાં તેઓ પેરાલિમ્પિક ગોલ્ડ મેડલ વિજેતા ઈવાન
ગોલુબકોવને સન્માનિત કરવા માટે ઘુટણ ઉપર બેસતા
જોવા મળે છે. ઈટાલીના મિલાનો કાર્ટિનામાં આયોજીત વિન્ટર પેરાલિમ્પિક 2026મા શાનદાર
પ્રદર્શન કરનારા એથલીટોના સન્માનમાં આયોજીત સમારોહે પૂરી દુનિયાનું ધ્યાન ખેંચ્યું
હતું.
મોસ્કોમાં
આયોજીત વિશેષ સમારોહમાં પુતિને પેરાલિમ્પિક સ્કીયર ઈવાન ગોલુબકોવને પ્રતિષ્ઠિત ઓર્ડર
ઓફ ફ્રેન્ડશિપ એનાયત કર્યો હતો. જેવા પુતિન મેડલ પહેરાવવા નીચે નમ્યા આ ક્ષણ કેમેરામાં
કેદ થઈ હતી અને ઈન્ટરનેટ ઉપર વાયરલ થઈ હતી. સોશિયલ મીડિયા યુઝર્સ દ્વારા તસવીર ઉપર
અલગ અલગ પ્રતિક્રિયાઓ આપવામાં આવી હતી. જેમાં એક વ્યક્તિએ પુતિનને મોસ્કોના જેન્ટલમેન
કહ્યા હતા અને લખ્યું હતું કે મજબુત લોકો જાણે છે કે ક્યારે નમવાનું હોય છે.
ઉલ્લેખનીય
છે કે રશિયન પેરાલિમ્પિક દળ માટે અભિયાન ઘણા અર્થે ઐતિહાસિક રહ્યું હતું. એક દશકથી
વધારે સમય બાદ આંતરરાષ્ટ્રીય પ્રતિબંધો છતા પણ રશિયન ખેલાડીઓએ પોતાના રાષ્ટ્ર ધ્વજ
અને રાષ્ટ્રગાન હેઠળ પ્રતિસ્પર્ધા કરી હતી. પુતિને ખેલાડીઓના અનુશાસન અને પ્રતિસ્પર્ધી
ભાવનાઓની સરાહના કરી હતી.