• સોમવાર, 23 માર્ચ, 2026

આપના માટે ટ્રોફી નંબર 6 લાવશું MIના ચાહકોને રોહિતનું વચન

મુંબઈ, તા.22 : મુંબઈ ઇન્ડિયન્સના પૂર્વ કેપ્ટન અને સિતારા ખેલાડી રોહિત શર્માએ આઇપીએલ-2026 સીઝન અગાઉ ચાહકોને ખુશ કરતા કહ્યંy છે કે આપને માટે અમે છઠ્ઠી ટ્રોફી લાવી રહ્યા છીએ. જિયો વર્લ્ડ ગાર્ડન ખાતે મુંબઈ ઇન્ડિયન્સ ફ્રેંચાઇઝીનો એક કાર્યક્રમ ધ મિક્સ આયોજિત થયો હતો. જેમાં ખેલાડીઓ સાથે એમઆઇના ચાહકોએ ભરપૂર મોજ-મસ્તી કરી હતી. આ કાર્યક્રમમાં રોહિત શર્માએ વચન આપ્યું હતું કે આ વખતે છઠ્ઠી ટ્રોફી આપને માટે લઈ આવશું. આ માટે ટીમ સર્વશ્રેષ્ઠ પ્રયાસ કરશે. આપને નિરાશ કરશું નહીં. આ કાર્યક્રમમાં રોહિત શર્મા તેની પુત્રી સાથે આવ્યો હતો. મુંબઈ ઇન્ડિયન્સ ટીમનો કેપ્ટન હાર્દિક પંડયા, સૂર્યકુમાર યાદવ, તિલક વર્મા, કિવંટન ડિકોક સહિતના મોટભાગના ખેલાડીઓ અને કોચિંગ સ્ટાફ હાજર રહ્યો હતો.

 

ઇ-પેપરના નવા શુલ્ક