• રવિવાર, 22 માર્ચ, 2026

અમદાવાદમાં યુસીસી બિલનો વિરોધ, AIMIMના કાર્યકરોએ જુમ્મા મસ્જિદ બહાર નારા લગાવ્યા

(અમારા પ્રતિનિધિ તરફથી)

અમદાવાદ, તા. 21: તાજતેરમાં ગુજરાત સરકાર દ્વારા યુનિફોર્મ સિવિલ કોડ બીલને લીલીઝંડી આપાયા બાદ તેના પ્રત્યાઘાતો અમદાવાદમાં જોવા મળી રહ્યા છે.  જે અંતર્ગત રમજાન ઈદના તહેવારના દિવસે જ ઓલ ઇન્ડિયા મજાલિસ-એ-ઈત્તેહાદુલ મુસ્લિમીન(એઆઇએમઆઇએમ) પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા જુમ્મા મસ્જિદ બહાર એકત્ર થઈને યુસીસી બિલ સામે દેખાવો કર્યા હતા.

મળતી માહિતી અનુસાર, એઆઇએમઆઇએમના કાર્યકર્તાઓ હાથમાં બેનરો અને પ્લેકાર્ડ્સ લઈને મસ્જિદની બહાર ઉતરી આવ્યા હતા. દેખાવકારોએ ‘યુસીસી હટાવો, દેશ બચાવો’, ‘યુસીસી રદ કરો’ અને ‘શરિયત વિરોધી કાયદો નામંજૂર’ જેવા નારા લગાવ્યા હતા. દેખાવકારોનું કહેવું છે કે આ બિલ સામાજિક માળખાને નુકસાન પહોંચાડે છે અને તે લિવ-ઈન રિલેશનશિપ જેવા વિષયોને પ્રોત્સાહન આપે છે, જે સંસ્કૃતિની વિરુદ્ધ છે. આ દેખાવો કરવાની પોલીસની પૂર્વ પરવાનગી વિના કરવામાં આવ્યું હોવાથી સ્થિતિ તણાવપૂર્ણ બની હતી. મસ્જિદની બહાર પહેલેથી જ ચુસ્ત પોલીસ બંદોબસ્ત તહેનાત હતો. દેખાવો શરૂ થતા જ પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી તમામ દેખાવકારોની અટકાયત કરી હતી.

ઇ-પેપરના નવા શુલ્ક