• રવિવાર, 22 માર્ચ, 2026

શિવરામકૃષ્ણને જય શાહ સહિત BCCIને આપી ક્લીન ચીટ

નવી દિલ્હી, તા. 21 : 20 માર્ચના રોજ સોશિયલ મીડિયા ઉપર પૂર્વ ક્રિકેટર અને દિગ્ગજ ક્રિકેટ એક્સપર્ટ લક્ષ્મણ શિવરામકૃષ્ણને બીસીસીઆઈની કોમેન્ટ્રી પેનલથી રિટાયરમેન્ટનું એલાન કર્યું હતું. તેમજ બીસીસીઆઈ ઉપર ગંભીર આરોપ મુક્યા હતા. તેમણે કહ્યું હતું કે, 23 વર્ષ સુધી કોમેન્ટ્રી કરી છે પણ ટોસ પ્રેઝન્ટ કે પીચ રિપોર્ટની તક આપવામાં આવી નથી. રવિ શાત્રી જ્યારે ટીમ ઈન્ડિયાના કોચ હતા ત્યારે પણ તેઓ કોમેન્ટ્રી રૂમ સુધી જ સીમિત રહ્યા હતા. રંગભેદનો આરોપ બોર્ડ ઉપર મુક્યો હતો. જો કે 21 માર્ચની એક પોસ્ટમાં કહ્યું હતું કે બોર્ડના એક વ્યક્તિ સાથે તેમની ક્યારેય બની નથી. શિવરામકૃષ્ણનની નિવૃત્તિ ઉપર યુઝર્સ દ્વારા બીસીસીઆઈ ઉપર આરોપ મુકવામાં આવ્યો હતો. જો કે એક્સ ઉપર લક્ષ્મણ શિવરામકૃષ્ણને એક્સ ઉપર પોસ્ટ મારફતે કહ્યું હતું કે, બીસીસીઆઈ એડમિનિસ્ટ્રેશનને આ મુદ્દામાં બીસીસીઆઈને વચ્ચે લેવામાં ન આવે. આ બીસીસીઆઈના એક કર્મચારી સાથેનો વ્યક્તિગત મામલો છે. જય શાહ એન્ડ કંપનીને આ મુદ્દે કોઈ લેવાદેવા નથી.

ઇ-પેપરના નવા શુલ્ક