ટ્રક ડ્રાઇવરની ધરપકડ, બુટલેગર સહિત આઠ શખસ નાસી છૂટયા : 68.5 લાખનો મુદ્દામાલ કબજે
રાજુલા,
તા.26: અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના ભાચાદર ગામની સીમમાં એસએમસીએ દરોડો પાડી
46.88 લાખની કિંમતનો 15178 બોટલ વિદેશી દારૂના જથ્થા સાથે ટ્રક ચાલકની ધરપકડ કરી હતી.
તેમજ 68.55 લાખનો મુદ્દા માલ કબજે કરી બુટલેગર સહિત આઠ શખ્સોની શોધખોળ હાથ ધરી છે.
મળતી
માહિતી પ્રમાણે એસએમસીએ અમરેલી પંથકમાં પેટ્રાલિંગ હાથ ધર્યું હતું, ત્યારે રાજુલા
તાલુકાના ભાચાદર ગામના દાદુભાઈ સુરંગભાઈ ધાખડા નામના શખ્સની વાડીમાં વિદેશી દારૂનું
કટીંગ થતું હોવાની પીઆઈ આર.કે.કરમટાને મળેલી બાતમીના આધારે સ્ટાફે દરોડો પાડી ટ્રકમાં
ચોક પાવડરની બેગમાં છુપાવેલો 46.88 લાખની કિંમતનો 15178 બોટલ દારૂ સાથે જામનગરના વિજય
આલા વગોરાની ધરપકડ કરી હતી. તેમજ પોલીસે ટ્રક, ચોક પાઉડર, દારુની બોટલ, બોલેરો રોક્ડ
અને મોબાઈલ મળી 68.5 લાખ નો મુદ્દામાલ કબજે કર્યો છે. પોલીસે વિજય આલા રામભાઈ ટ્રક
ડ્રાઈવર સહિત નવ આરોપીઓ સામે ગુનો નોંધ્યો છે.
તેમજ ટ્રકનો માલિક અને દારૂ મોકલનાર સહિત આઠ શખસની શોધખોળ હાથ ધરી છે.
મહિલા
કોંગ્રેસના પૂર્વ પ્રમુખ જેનીબેન ઠુંમરે જણાવ્યું હતું થોડા દિવસ પહેલા સાંસદ ભરત સુતરિયાએ એવું નિવેદન
આપ્યું હતું કે, અમરેલી જિલ્લામાં ક્યાંય પણ દારૂ વેચાતો નથી અને જ્યાં પણ વેચાતો હશે
ત્યાં હું જાતે જઈને બંધ કરાવીશ. આ નિવેદનને બે માસ જેટલો સમય થયો તો સાંસદ દ્વારા
કઈ જગ્યાએ જઈને દારૂ બંધ કરાવ્યો તે હજુ સુધી ખબર નથી.