મોરબી, તા.27: મોરબીમાં જમીન મકાન લે વેચ કરતા દલાલની હત્યા કરી મૃતદેહ ખાડામાં દાટી સળગાવી દઈને સિમેન્ટ ધાબુ કરી દેવામાં આવ્યું હતું પોલીસે મૃતદેહ ખાડામાંથી બહાર કાઢી સાત આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધી તપાસ ચલાવી હતી જેમાં પાંચ આરોપીને ઝડપી લેવામાં આવ્યા છે
મોરબીના
વિસીપરામાં રહેતા રીયાઝ તાજમહમદ ભટ્ટીએ આરોપીઓ બાલુભાઈ થોભણભાઈ અઘારા, જીતેશભાઈ બાલુભાઈ
જાલરિયા, રમેશભાઈ અરજણભાઈ અઘારા, વિશાલ રમેશભાઈ વાઘડિયા, ભાવેશ થોભણભાઈ અઘારા, જયદીપ
કાનાભાઈ સેરશિયા અને થોભણભાઈ ઘેલાભાઈ અઘારા રહે મોરબી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી કે
ફરિયાદીના પિતા તાજમહમદ કરીમ ભટ્ટી (ઉં.વ.47) વાળાને દસ્તાવેજ કરવાના બહાને સેવાસદન
બોલાવી કારમાં અપહરણ કરી ભડિયાદ ગામે લઇ જઈને માર માર્યો હતો તેમજ હત્યા કરી પીપળી
રોડ પર કારખાનામાં ખાડો કરી મૃતદેહ સળગાવી દાટી દઈને સિમેન્ટ ધાબુ કરી નાખ્યું હતું
પોલીસે હત્યાની ફરિયાદ નોંધી તપાસ ચલાવી હતી જેમાં આરોપીઓ થોભણ ઘેલાભાઈ અઘારા, બાલુ
થોભણભાઈ અઘારા રહે બન્ને નરસંગ સોસાયટી, રવાપર રોડ મોરબી, વિશાલ રમેશભાઈ વાઘડીયા રહે
લક્ષ્મીનગર, રમેશ અરજણભાઈ અઘારા રહે આલાપ રોડ ક્રાંતિ જ્યોત મોરબી અને જયદીપ કાનાભાઈ
શેરસિયા રહે નરસંગ ટેકરી પાસે મોરબી એમ પાંચ આરોપીઓને ઝડપી લીધા છે આરોપી થોભણભાઈ અને
બાલુભાઈ પિતા પુત્ર છે તેમજ રમેશભાઈ દાદાનો દીકરો તેમજ જયદીપ થોભણભાઈનો જમાઈ તેમજ વિશાલ
માસીનો દીકરો થતો હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.