• શનિવાર, 28 ફેબ્રુઆરી, 2026

અમેરિકનમાં પલાયનની હોડ : 90 વર્ષનો રેકોર્ડ તૂટયો

2025માં 1.5 લાખ અમેરિકન બીજા દેશમાં વસ્યા : 2026માં આંકડો વધવાની સંભાવના

નવી દિલ્હી, તા. 27 : અમેરિકામાં છેલ્લા અમુક સમયથી મોટો ભૌગોલિક બદલાવ જોવા મળી રહ્યો છે. રિપોર્ટ અનુસાર મોટી સંખ્યામાં અમેરિકી દેશ છોડી રહ્યા છે. વર્ષ 1935ની મહામંદી બાદથી પહેલી વખત આવી સ્થિતિ જોવા મળી રહી છે. બ્રૂકિંગ્સ ઈન્સ્ટિટયુશનનું અનુમાન છે કે ગયા વર્ષે અમેરિકામાંથી લગભગ 1.5 લાખ લોકોએ પલાયન કર્યું હતું. 2026મા આ સંખ્યા વધી શકે છે. ઘણા વિશેષજ્ઞો પલાયનની સ્થિતિને ડોનાલ્ડ ટ્રમ્પની સરકાર સાથે જોડી રહ્યા છે.

વોલ સ્ટ્રીટ જર્નલના રિપોર્ટ અનુસાર 2025મા વિદેશથી અમેરિકામાં આવીને વસનારા લોકોની કુલ સંખ્યા 26-27 લાખ રહી હતી જ્યારે 2023મા આ આંકડો 60 લાખ હતો. વોલ સ્ટ્રીટે 15 દેશના 2025ના પુરા અથવા આંશિક ડેટાનું વિશ્લેષણ કરીને દાવો કર્યો હતો કે ઓછામાં ઓછા 1.80 લાખ અમેરિકી અલગ અલગ દેશોમાં જઈને વસ્યા છે.

આમ તો એવો કોઈ સમગ્ર ડેટા નથીજેમાં વિદેશમાં રહેતા અનુમાનિત 40-90 લાખ અમેરિકીની વિસ્તૃત તસવીર આપી શકે. જો કે અમેરિકી વિદેશ મંત્રાલય અનુસાર 2022મા મેક્સિકોમાં લગભગ 16 લાખ અમેરિકી વસતા હતા. કેનેડામાં અમેરિકીઓની સંખ્યા 2.5 લાખથી વધારે હતી. બ્રિટનમાં 3.25 લાખથી વધુ અમેરિકી વસે છે. જ્યારે યુરોપમાં અમેરિકીઓની સંખ્યા 15 લાખ જેટલી છે.રિલોકેશન કંપઓ પણ કહી રહી છે કે અમેરિકાથી

બહાર જનારા લોકોની માગ વધી રહી છે.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક