તાલુકા પોલીસમાં હાજર, નિવેદન લેવાયું
જૂનાગઢ,
તા.26 : ભવનાથના મૃગીકુંડમાં સાધ્વી વેશે શાહી સ્નાન કરનાર વિવાદિત કીર્તિ પટેલને પોલીસે
બહાર કાઢતા પોલીસ અધિકારી સાથે અશોભનીય વર્તન અંગે ફરજ રૂકાવટની ફરિયાદના ગુનામાં આજે
કીર્તિ પટેલ તાલુકા પોલીસમાં હાજર થતા પોલીસે નિવેદન નોંધી મુક્ત કરી હતી.
શિવરાત્રી
મેળાની રવેડી અને મૃગીકુંડમાં સાધ્વી વેશે સ્નાન કરનાર કીર્તિ પટેલ સામે સાધુ-સંતોમાં
રોષ ઉઠયો હતો. ધાર્મિક લાગણી દુભાવી તેમજ પોલીસની ફરજમાં રુકાવટ અને બામણ ગામના યુવાન
પાસે 20 લાખની ખંડણી માગવાના ગુનામાં કિર્તી પટેલની રાજસ્થાનના ઉદયપુર ખાતેથી ધરપકડ
કરાઈ હતી. એક દિવસના રિમાન્ડ બાદ અન્ય બે ગુનામાં પોલીસે માત્ર નિવેદન નોંધ્યા હતા.
કીર્તિ પટેલ પ્રકરણમાં સાધુ સંતોએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. પરંતુ કીર્તિ પટેલની ધરપકડ
બાદ સાધુ સંતોએ મૌન સેવી લીધું છે. ભવનાથના સાધુ-સંતોએ આ મુદ્દે કોઈ ટિપ્પણી કરી નથી,
તે પણ સૂચક મનાઈ છે તેવી રીતે પોલીસ પણ ગાજી તેવી વરસી નથી.