• શુક્રવાર, 27 ફેબ્રુઆરી, 2026

કાશ્મીર બજેટ પાક.ના IMF કરજથી બમણું : યુનોમાં ભારત

નવી દિલ્હી, તા. 26 : સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના ફર્સ્ટ સેક્રેટરી અનુપમા સિંહે સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર પરિષદ (યુએનએચઆરસી)માં પાકિસ્તાન અને ઓર્ગેનાઈઝેશન ઓફ ઈસ્લામિક કોઓપરેશન (ઓઆઈસી) દ્વારા મુકવામાં આવેલા નિરાધાર આરોપોનો જડબાતોડ જવાબ આપ્યો હતો. જવાબ આપવાના અધિકારનો ઉપયોગ કરતા ભારતે સ્પષ્ટ શબ્દોમાં પાકિસ્તાનના પ્રોપેગેન્ડાને ઉજાગર કરી દીધો હતો. ભારત તરફથી કહેવામાં આવ્યું હતું કે પાકિસ્તાને આઈએમએફ પાસેથી માગેલા કરજથી મોટું તો કાશ્મીરનું વિકાસ બજેટ છે. પાકિસ્તાન દ્વારા લોકતંત્ર ઉપર ભાષણ હાસ્યાસ્પદ છે. પાકિસ્તાન કલ્પનાઓની દુનિયામાં જીવી રહ્યું છે.

અનુપમાસિંહે કહ્યું હતું કે ભારત પાકિસ્તાન અને ઓઆઈસીના તમામ આરોપોને ખારિજ કરે છે. ઓઆઈસીને આડેહાથ લેતા કહ્યું હતું કે આ સંગઠન માત્ર પાકિસ્તાનના પ્રોપેગેન્ડાને દોહરાવતું રહે છે. ભારતીય અધિકારીએ વૈશ્વિક મંચ ઉપર ફરી એક વખત કહ્યું હતું કે કાશ્મીર ભારતનો અભિન્ન અને અવિભાજ્ય ભાગ છે અને હંમેશાં રહેશે. અનુપમા સિંહે પાકિસ્તાનના લોકતંત્ર ઉપરના ભાષણને હાસ્યાસ્પદ ગણાવ્યું હતું. વિકાસના મોરચે પાકિસ્તાનને સંભળાવતા કહેવામાં આવ્યું હતું કે કાશ્મીરનું વિકાસ બજેટ પાકિસ્તાન ઉપર આઈએફએફના કરજથી પણ બમણાથી વધારે છે. 

ઇ-પેપરના નવા શુલ્ક