• સોમવાર, 02 ડિસેમ્બર, 2024

સલમાન પછી હવે શાહરુખને ધમકી

છત્તીસગઢથી કોલ, આરોપી ઓળખાયો, મુંબઈ પોલીસ દોડી

મુંબઈ, તા.7 : બોલીવૂડ કલાકારોને ધમકીનો સિલસિલો શરૂ થયો છે. છેલ્લા કેટલાક સમયથી બોલીવૂડ દબંગને ધમકીઓ મળી રહી છે જેમાં હવે કિંગ ખાન શાહરુખનું નામ ઉમેરાયું છે.

શાહરુખ ખાન પાસે પ0 લાખની ખંડણી માગતો ધમકીભર્યો ફોન કોલ આવ્યો છે. પોલીસ તુરંત હરકતમાં આવી અને શાહરુખના નિવાસ સ્થાન મન્નત બહાર સુરક્ષા વધારવા સાથે આરોપી છત્તીસગઢના રાયપુરનો ફૈઝાન હોવાનું ખુલતાં તેને દબોચવા મુંબઈ પોલીસની ટીમ રાયપુર દોડી છે. મોબાઈલ ફોન પર ખંડણી માટે ધમકી આવ્યા બાદ શાહરુખની ટીમે પોલીસ ફરિયાદ નોંધાવી છે.

પોલીસે ભારતીય દંડ સંહિતાની કલમ 308(4), 3પ1 (3)(4) હેઠળ કેસ નોંધ્યો છે.જે નંબરથી ધમકી મળી તે છત્તીસગઢના ફૈઝાન નામના શખસને નામે નોંધાયેલો છે. પોલીસ અનુસાર કોલરે પોતાનું નામ હિન્દુસ્તાની કહ્યું હતું. મીડિયા રિપોર્ટસ અનુસાર, આરોપીએ કથિત રુપે પોતાનો મોબાઈલ ફોન ચોરી થયાનો અને તેનાથી ધમકીભર્યો ફોન કોલ કરાયાનો બચાવ કર્યો છે.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક