• મંગળવાર, 17 માર્ચ, 2026

રીલ બનાવવાની ઘેલછામાં નોકરે માલિકના ઘરમાંથી હથિયારોની કરી ચોરી

અમદાવાદના વસ્ત્રાપુરમાં નિવૃત્ત ડીજીને ત્યાં ઘરઘાટી છેલ્લા બે મહિનાથી કામ કરતો હતો

અમારા પ્રતિનિધિ તરફથી

અમદાવાદ, તા.16: અમદાવાદના વસ્ત્રાપુર વિસ્તારમાં નોકરે જ માલિકના ઘરમાંથી હથિયારની ચોરી કરી હોવાની ઘટના નોંધાઈ છે. પોલીસે શંકાને આધારે નોકરની કડક પૂછપરછ કરતા તેણે રીલ બનાવવાની ઘેલછામાં માલિકની પિસ્ટલ ચોરી હોવાની કબૂલાત કરી હતી. 

વસ્ત્રાપુરમાં ગોયલ ઇન્ટરસિટી એપાર્ટમેન્ટમાં રહેતા નિવૃત ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસ (ડીજી) ગુરુદયાલાસિંગના ઘરે કામ કરતા ઘરઘાટીએ અંગત હથિયારની ચોરી કરી છે. નિવૃત ઉઋના પુત્ર અમનદીપ સિંગ જણાવ્યું હતું કે, તેઓ ગૌશાળા ચલાવે છે અને ઘી-દૂધનો વ્યવસાય કરે છે. વર્ષ 2004માં તેમના માતાએ સ્વરક્ષણ માટે ખરીદાયેલી ’કોલ્ટ પોઈન્ટ 25’ લાયસન્સવાળી પિસ્ટલ અને તેના જીવતા કારતૂસ કબાટમાંથી મળ્યા નહતા. અમનદીપાસિંગ જ્યારે આ હથિયાર ડીલર પાસે જમા કરાવવા માટે કબાટ ચેક કરવા ગયા ત્યારે પિસ્ટલ ન મળતા તેમને ફાળ પડી હતી. પ્રાથમિક પૂછપરછમાં ઘરઘાટીએ અજાણ હોવાનો ઢોંગ કર્યો હતો, પરંતુ પોલીસની સઘન તપાસમાં સત્ય સામે આવ્યું હતું. 

અમનદીપાસિંગના મતે અગાઉ ઘરકામ કરતી મહિલા રજા પર ઉતરી ગયા બાદ પરિચિતો દ્વારા રાજસ્થાનના મહિપાલાસિંહ સીસોદિયાને 15 હજારના પગારે ઘરકામ માટે રાખ્યો હતો. મહિપાલાસિંહ છેલ્લા બે મહિનાથી પરિવાર સાથે જ રહેતો હતો અને તેને કબાટમાં રાખેલા હથિયાર વિશે જાણ થઈ ગઈ હતી. હોળીના તહેવાર નિમિત્તે વતનમાં રજા પર ગયેલા મહિપાલાસિંહ પર પોલીસને શંકા ગઈ હતી. તેની ગેરહાજરી દરમિયાન જ હથિયાર ગાયબ થયું હતું. વતનમાં જઈને હથિયાર સાથે ફોટા પડાવવાનો અને ગામમાં વટ જમાવવા ચોરી કર્યાનું તેણે કબૂલ્યું હતું.પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

 

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક