24 કલાક આનાકાની બાદ આખરે મૃતદેહ લઈ પરિવાર વતન જવા રવાના
રાજકોટ,
તા.16 : રાજકોટના રૈયાધાર વિસ્તારમાં નજીવી બાબતે થયેલી મારામારીનો બનાવમાં ઘાયલ થયેલા
ભાવેશ વાણવીનું ટૂંકી સારવાર બાદ રાજકોટની સિવિલ હોસ્પીટલમાં મૃત્યુ નીપજ્યું છે. જેથી
મારામારીનો બનાવ હત્યામાં પલટાયો હતો. મોડી સાંજે હત્યાના ત્રણ આરોપી ઝડપાઈ ગયા છે
અન્ય બે ને શોધવા પોલીસ મથી રહી છે.
બનાવ
સંદર્ભે ભારેલા અગ્નિ જેવી સ્થિતિ જોવા મળી રહી હતી. હત્યાને 24 કલાકથી વધુ સમય વીતવા
છતાં મુખ્ય આરોપીઓ પોલીસ પકડથી દૂર હોવાથી મૃતકના પરિવારજનો અને સમાજમાં ભારે રોષ વ્યાપ્યો
છે. ગઈ કાલે સાંજે મૃતક યુવકના પરિવારજનો અને મોટી સંખ્યામાં લોકો સિવિલ હોસ્પિટલ ચોકમાં
એકઠા થયા હતા. પરિવારજનોએ મડાગાંઠ સર્જતા સ્પષ્ટ કર્યું છે કે, “જ્યાં સુધી પોલીસ તમામ
હત્યારાઓને ઝડપી ન લે ત્યાં સુધી અમે મૃતદેહ સ્વીકારીશું નહીં’’ જો કે રાત્રે 10 વાગ્યાના
સુમારે મૃતદેહ લઈને પરિવારજનો વંથલી જવા રવાના થયા હતાં.
ઘટનાની
વિગતો મુજબ, હુમલાખોરોએ ફરસી, ધોકા અને પાઇપ જેવા હથિયારોનો ઉપયોગ કર્યો હતો. આ મામલે
રાજકોટ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે, પરંતુ પ્રાથમિક અહેવાલો અનુસાર આરોપી
સાગર મેરા જોગરાણા, હમીર મેરા જોગરાણા, રવિ
મેરા જોગરાણા, ગોપાલ મેરા જોગરાણા અને લાલો ઘુઘા સાંભડ હજુ પણ પોલીસ પકડથી દુર છે ત્યારે
ન્યાયની માંગ સાથે મૃતક યુવકના પરિવારે જ્યાં સુધી હત્યારાઓ ઝડપાય નહીં ત્યાં સુધી
મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કર્યો છે. સ્થાનિક પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચની ટીમો દ્વારા
અલગ-અલગ દિશામાં ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.
ભાવનગર,
વડોદરા, માલીયાસણને ધમરોળતી રાજકોટ પોલીસ, ખૂનીઓને પકડવા પોલીસનો ચક્રવ્યૂહ
રૈયાધાર
વિસ્તારમાં થયેલી યુવકની કરપીણ હત્યાના આરોપીઓને ઝડપી પાડવા માટે રાજકોટ પોલીસે આકાશ-પાતાળ
એક કર્યા છે. ફરાર આરોપીઓનો સગડ મેળવવા માટે કઈઇ ઝોન-2ની 1 ટીમ, ક્રાઈમ બ્રાન્ચની
6 ટીમો અને યુનિવર્સિટી પોલીસની 1 ટીમ સહિત કુલ 8 જેટલી ટીમોને કામે લગાડવામાં આવી
છે. આ સર્ચ ઓપરેશનમાં 3 ઙઈં અને 9 ઙજઈં સહિતનો મોટો પોલીસ કાફલો હાલ માલીયાસણ, ભાવનગર
અને વડોદરા તરફ રવાના કરવામાં આવ્યો છે. સતત દોડધામના અંતે ત્રણ આરોપીને પકડી પાડવામાં
પોલીસને સફળતા મળી હતી. ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોના આધારે આરોપીઓના સંભવિત ઠેકાણાઓ
પર દરોડા પાડવામાં આવી રહ્યા છે.
પાસા
ભોગવીને આવેલા યુવકનું લોહી રેડાયું
રાજકોટના
રૈયાધાર વિસ્તારમાં થયેલી ભાવેશ વાણવીની હત્યાના મામલે નવા ખુલાસા થયા છે. પોલીસ તપાસમાં
સામે આવ્યું છે કે મૃતક ભાવેશ પોતે પણ ભૂતકાળમાં અનેક વખત ખૂનની ધમકી,ખંડણી સહિતના
ગુનાહિત ઇતિહાસ ધરાવતો હતો અને તેની વિરુદ્ધ અગાઉ અનેક ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે. નોંધનીય
છે કે, મૃતક આશરે 10 દિવસ પૂર્વે જ ‘પાસા’ (ઙઅજઅ) હેઠળની જેલની સજા કાપીને બહાર આવ્યો
હતો.