અભિષેક શર્મા પણ કેપ્ટન્સીની રેસમાં
હૈદરાબાદ
તા.17: સનરાઇઝર્સ હૈદરાબાદનો નિયમિત કેપ્ટન ઓસ્ટ્રેલિયન ફાસ્ટ બોલર પેટ કમિન્સ હાલ
ફિટનેસની સમસ્યાથી ઘેરાયેલો છે. આ કારણે તે આઇપીએલના શરૂઆતના કેટલાક મેચની બહાર રહી
શકે છે. કમિન્સની ગેરાહાજરીમાં એસઆરએચ ટીમની કેપ્ટનશીપ કોણ સંભાળશે તેના પર ચર્ચા ચાલી
રહી છે. હાલ બે નામ રેસમાં સૌથી આગળ છે. જે અભિષેક શર્મા અને ઇશાન કિશન છે. રિપોર્ટ
અનુસાર અભિષેક પાસે નેતૃત્વનો અનુભવ નથી. જયારે ઇશાન કિશન ઝારખંડ ટીમનો કેપ્ટન છે.
આથી ઇશાન પર પસંદગીનો કળશ ઢોળાઇ શકે છે. કિશનની કપ્તાનીમાં ઝારખંડ ટીમ સૈયદ મુશ્તાક
અલી ટી-20 ટ્રોફીમાં ચેમ્પિયન બની હતી.
પેટ
કમિન્સે ડિસેમ્બર-202પમાં ત્રીજો એશિઝ ટેસ્ટ મેચ રમ્યો હતો. એ પછીથી તે પ્રતિસ્પર્ધી
ક્રિકેટથી દૂર છે. તેની પીઠના નીચેના હિસ્સામાં ઇન્જરી છે. આ પ્રકારની ઇજા અગાઉ બુમરાહને
થઇ હતી. કમિન્સ જયાં સુધી ફિટ નહીં થાય ત્યાં સુધી એસઆરએચની કપ્તાન લગભગ ઇશાન કિશન
સંભાળશે. ટીમનો પહેલો મેચ 28 માર્ચે રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ સામે છે. જે આઇપીએલ-2026
સીઝનનો ઉદઘાટન મેચ બની રહેશે.