• બુધવાર, 18 માર્ચ, 2026

ચીનના મકાઉમાં રોબોટની ધરપકડ !

રોબોટ પર 70 વર્ષની મહિલા સાથે ખરાબ વર્તન અને ધમકી આપવાનો આરોપ : પોલીસે રોબોટની ધરપકડ કરી

ચીન, તા.17 : હજુ તો દુનિયામાં રોબોટનો યુગની સંપૂર્ણ રીતે શરૂઆત પણ થઈ નથી ત્યાં ચીનના મકાઉમાં રોબોટની ધરપકડનો મામલો પ્રકાશમાં આવ્યો છે. રોબોટ પર 70 વર્ષની મહિલા સાથે ખરાબ વર્તન અને ધમકી આપવાનો આરોપ હતો. ત્યાર બાદ પોલીસે રોબોટની ધરપકડ કરી હતી. રિપોર્ટ્સ અનુસાર આ સમગ્ર વિવાદ એવા સમયે શરૂ થયો જ્યારે એક 70 વર્ષની વૃદ્ધ મહિલાએ એક રોબોટને પોતાની પાછળ ઊભેલો જોઈને તેને ગાંડો ગણાવી દીધો હતો. આ મામલો ઞક્ષશાrિંયય ઋ 1 સાથે જોડાયેલો છે, સમગ્ર હોબાળા બાદ મહિલાને કોઈ પ્રકારની ઈજા થઈ નથી પરંતુ પોલીસે સાવધાની માટે તેને હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.

ચીન જેવા દેશમાં રોબોટ કોઈ નવી વસ્તુ નથી પરંતુ રોબોટની ધરપકડ નવી વાત જરૂર ગણી શકાય. આ કેસ ચીનનાં મકાઉ શહેરનો છે. જ્યાં એક 70 વર્ષની વૃદ્ધ મહિલાને હેરાન કરવી રોબોટને ભારે પડયું હતું. ઘટના મકાઉના પટાને વિસ્તારની હોવાનું જણાવાઈ રહ્યું છે, જ્યાં એક 70 વર્ષીય વૃદ્ધ મહિલા રસ્તાના કિનારે પોતાનો ફોન ચેક કરી રહી હતી ત્યારે એક ઞક્ષશાrિંયય ઋ 1 મોડલનો હ્યુમનોઇડ રોબોટ તેના ઠીક પાછળ આવીને ઊભો રહી ગયો. મહિલા પોતાની પાછળ રોબોટને જોઈને ગભરાઈ ગઈ. ત્યાર બાદ મહિલા ચીસો પાડવા લાગી અને રોબોટ પણ સમજી શક્યો નહીં કે શું કરવું? અંતે આ મામલે પોલીસને દરમિયાનગીરી

કરવી પડી.

રિપોર્ટ્સ અનુસાર પોલીસે રોબોટના માલિકને ભવિષ્યમાં રોબોટનો ઉપયોગ કરતી વખતે સાવધાની રાખવાની સલાહ આપવામાં આવી છે. ત્યાર બાદ રોબોટને તેના માલિકને પરત સોંપી દેવામાં આવ્યો.

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક