176 રનના વિજય લક્ષ્યાંક સામે આફ્રિકી ટીમ 107 રનમાં ડૂલ
હેમિલ્ટન,
તા.17 : પ્લેયર ઓફ ધ મેચ ડેવેન કોન્વેની 60 રનની આકર્ષક ઇનિંગ પછી લોકી ફરગ્યૂસન અને
બેન સીયર્સની 3-3 વિકેટની મદદથી દ. આફ્રિકા વિરુદ્ધના બીજા ટી-20 મેચમાં ન્યુઝીલેન્ડનો
68 રને સરળ વિજય થયો હતો. આથી પ મેચની શ્રેણી 1-1ની બરાબરી પર આવી ગઈ છે. કિવિઝના
6 વિકેટે 17પ રનના જવાબમાં આફ્રિકી ટીમ 1પ.3 ઓવરમાં 107 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી.
ન્યુઝીલેન્ડ
તરફથી ઓપનર ડવેન કોન્વેએ 49 દડામાં પ ચોક્કા અને 2 છક્કાથી 60 રન કર્યા હતા. આઠમા નંબરના
ખેલાડી જોશ કલાર્કસને 9 દડામાં ઝડપી 26 રનનું યોગદાન આપ્યું હતું. આ સિવાય કેપ્ટન મિચેલ
સેંટનરે 20 અને નિક કેલીએ 21 રન કર્યા હતા. આફ્રિકા તરફથી વિયાન મુલ્ડરને 2 વિકેટ મળી
હતી.
176
રનના વિજય લક્ષ્યાંક સામે આફ્રિકા તરફથી ફકત જોર્જ લિંડેએ 12 દડામાં 3 ચોક્કા-3 છક્કાથી
33 રન કરી કિવિઝ બોલર્સનો પ્રતિકાર કર્યો હતો. ઓપનર રૂબિન હરમને 19 રન કર્યા હતા. બાકીના
બેટર નિષ્ફળ રહેતા આફ્રિકા ટીમ 107 રનમાં ઢેર થઈ ગઈ હતી. ફરગ્યુસન-સીયર્સની 3-3 વિકેટ
ઉપરાંત સેંટનરે 2 વિકેટ લીધી હતી.