• સોમવાર, 05 ઑક્ટોબર, 2026

પ્રયોગોનો સમય પૂરો : શુભમન ગિલ

વન-ડે વર્લ્ડ કપ પહેલાં કોમ્બિનેશનના ખેલાડીઓ નિયમિતપણે સાથે રમે તે જરૂરી

 

નવી દિલ્હી, તા.4 : વેસ્ટ ઈન્ડિઝ સામેની ત્રણ મેચોની વન-ડે શ્રેણી ભારતે 2-1થી પોતાના નામે કરી લીધી છે, પરંતુ કેપ્ટન શુભમન ગિલ માટે આ શ્રેણી માત્ર વિજય પૂરતી સીમિત રહી નથી. સતત ઈજાઓ અને વ્યસ્ત શિડયુલથી ભારતીય ટીમ પીડાઈ રહી છે. જેથી પૂર્ણ ક્ષમતાવાળી પ્લેઇંગ-11 મેદાનમાં ઉતારવામાં આવી નહોતી. જસપ્રીત બુમરાહ, અર્શદીપ સિંહ, કુલદીપ યાદવ અને અક્ષર પટેલ જેવા ફ્રન્ટલાઈન બોલરો એશિયન ગેમ્સના કારણે ટીમ સાથે નહોતા, જ્યારે બીજી વન-ડે દરમિયાન ઝડપી બોલર પ્રસિદ્ધ ક્રિષ્ના પણ ઈજાગ્રસ્ત થયો હતો. આ મુખ્ય બોલરોની ગેરહાજરીની ગંભીર અસર ભારતીય આક્રમણ પર સ્પષ્ટપણે જોવા મળી હતી.

સુકાની ગિલનું સ્પષ્ટ માનવું છે કે 2027ના વન-ડે વર્લ્ડ કપ પહેલાં ભારત પાસે ગણ્યાગાંઠયા વન-ડે મુકાબલા બાકી છે, તેથી હવે નવા પ્રયોગો કરવાનો સમય વીતી ચૂક્યો છે. ગિલે જણાવ્યું હતું કે, સાચું  કહું તો હવે પ્રયોગો માટે વધુ સમય નથી. અમે જે કોમ્બિનેશન સાથે વર્લ્ડ કપ રમવા માગીએ છીએ, તે તમામ ખેલાડીઓ આગામી શ્રેણીથી ટીમમાં નિયમિતપણે સાથે રમે તે જરૂરી છે. જોકે, તેણે સ્વીકાર્યું હતું કે નિયમિત બોલરોની ગેરહાજરીથી નવા ખેલાડીઓને આંતરરાષ્ટ્રીય મંચ પર તક મળી શકી.

ગિલના મતે, આંતરરાષ્ટ્રીય સ્તરે આવી ભૂલોથી મેચની લય તૂટી જાય છે અને વર્લ્ડ કપની તૈયારીમાં ફિલ્ડિગનું સ્તર સુધારવું અનિવાર્ય છે.

આ શ્રેણીમાં પદાર્પણ કરનારા આકિબ નબી અને અંશુલ કમ્બોજનો બચાવ કરતાં ગિલે કહ્યું કે આંતરરાષ્ટ્રીય સ્તરના દબાણ સાથે અનુકૂલન સાધવામાં યુવા ખેલાડીઓને સમય લાગે છે. તે જ રીતે, રવીન્દ્ર જાડેજાના સ્થાને નીતિશ રેડ્ડીને રમાડવાનો નિર્ણય કોઈ વ્યક્તિગત પસંદગી નહીં પરંતુ પરિસ્થિતિનો ભાગ હતો.

ઇ-પેપરના નવા શુલ્ક