• સોમવાર, 05 ઑક્ટોબર, 2026

દીવથી પરત ફરતા ગુંદાળાના યુવકનું અકસ્માતમાં મૃત્યુ

ઉના બાયપાસ પર પથ્થર ભરેલા ટ્રેક્ટર પાછળ બોલેરો અથડાઈ; ત્રણ મિત્રોને ઈજા

ગોંડલ, તા.4: દીવથી પ્રવાસ કરીને ગુંદાળા પરત ફરી રહેલા ચાર યુવાનોને ઉના-ભાવનગર બાયપાસ રોડ પર અકસ્માત નડયો હતો. મોડી રાત્રે પથ્થર ભરેલા ટ્રેક્ટર પાછળ પૂરપાટ ઝડપે આવેલી બોલેરો કાર ધડાકાભેર અથડાતા ગુંદાળાના 30 વર્ષીય યુવકનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું. અકસ્માતમાં અન્ય ત્રણ મિત્રોને ઈજા થતાં સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા

હતા.

મૃતક ક્રિપાલ જયંતિભાઈ ડાભી (ઉં.વ.30) કાર ચલાવી રહ્યા હતા અને ગંભીર ઈજાઓના કારણે તેમનું સ્થળ પર જ મોત થયું હતું. કારમાં સવાર જિગ્નેશ પરબતભાઈ મકવાણાને ગંભીર ઈજા થતાં ઉનાની ખાનગી હોસ્પિટલના આઈસીયુમાં દાખલ કરાયા છે, જ્યારે કુલદીપ કિશોરભાઈ ગણાત્રા અને મનસુખ છગનભાઈ ઉમરખાણીયાને સામાન્ય ઈજા થતાં પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી.

પ્રાપ્ત વિગતો મુજબ, ગુંદાળા ગામના ચાર યુવાનો કામ પૂર્ણ કર્યા બાદ દીવ ફરવા ગયા હતા. પરત ફરતી વખતે ઉના નજીક પથ્થર ભરેલા ટ્રેક્ટર પાછળ તેમની બોલેરો અથડાઈ હતી. અકસ્માતની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ઉનાની સરકારી હોસ્પિટલ ખસેડયો

હતો.

મૃતક ક્રિપાલ ડાભી ગુંદાળા ગામના સરપંચ ગોરધનભાઈ ડાભીના ભત્રીજા હતા. તેઓ પરિવારના એકના એક પુત્ર અને બે સંતાનોના પિતા હોવાથી અકસ્માતના સમાચારથી પરિવાર સહિત સમગ્ર ગુંદાળા

ગામમાં શોકની લાગણી પ્રસરી ગઈ હતી. ઘટનાને પગલે પરિવારજનોમાં ભારે આક્રંદ છવાયો હતો.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક