• સોમવાર, 05 ઑક્ટોબર, 2026

દૂધમાં ભેળસેળ નહીં, રિપોર્ટમાં ભેળસેળ : કેવ ક્રીમરી કૌભાંડમાં 6 આરોપી દબોચાયા

ખોટા ફેટ-SNF રિપોર્ટથી કંપનીને રૂ. 3.53 લાખનો ચૂનો

(ફૂલછાબ ન્યુઝ)

ભાવનગર  તા.4 : ભાવનગર જિલ્લાના ભોજપરા ગામે આવેલી કેવ ક્રીમરી એલએલપી કંપનીના દૂધના ફેટ અને એસએનએફના ખોટા રિપોર્ટ બનાવી રૂ. 3.53 લાખથી વધુની ગેરરીતિ કરવાના ત્રણ ગુનામાં ભાવનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચે છ આરોપીને ઝડપી લીધા છે. પોલીસે ત્રણેય ગુનાની તપાસ હાથ ધરી આરોપીઓના પોલીસ કસ્ટડી રિમાન્ડ મેળવવાની તજવીજ શરૂ કરી છે.

કંપનીના મેનાજિંગ ડિરેક્ટર શૈલ શકુંત આપ્ટેની ફરિયાદના આધારે વેળાવદર ભાલ, તળાજા અને ભરતનગર પોલીસ મથકમાં અલગ-અલગ ગુના નોંધાયા હતા. ત્રણેય ગુનાની ગંભીરતાને પગલે તપાસ એલસીબીને સોંપવામાં આવી હતી.‘એલસીબીએ અલગ-અલગ 

ટીમો બનાવી તપાસ કરતાં વેળાવદર ભાલના ગુનામાં ગણેશગઢના રત્ના વાહાભાઈ મેર, બાવળીયાળીના શિવભદ્રાસિંહ રણજીતાસિંહ ચુડાસમા અને ભાવનગરના ગોપાલ પાંચાભાઈ મેવાડા ઝડપાયા હતા. તળાજાના ગુનામાં ફુલસરના જગદીશ સવાભાઈ ટોટા અને નાનુ મકાભાઈ હાડગરડા તથા ભરતનગરના ગુનામાં ભાવનગરના જયદીપ કમાભાઈ ભુવાની ધરપકડ કરવામાં આવી છે.

 આ કેસમાં જુદા જુદા ત્રણ ગુનામાં નવ આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવવા પામી હતી અને બે આરોપીએ કંપનીના કર્મચારી જ છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક