• સોમવાર, 05 ઑક્ટોબર, 2026

જ્ઞાનેશ સામે કેરળની કોંગ્રેસ સરકારનો તપાસનો આદેશ

સર મુદ્દે સુપ્રીમમાં સુનાવણી શરૂ થાય તે પહેલાં જ 20 વર્ષ જૂના ભ્રષ્ટાચાર-આપઘાત કેસમાં કેરળ સરકારે શરૂ કરી તપાસ

 

તિરુવનંતપુરમ્, તા. 4 : કેરળની કોંગ્રેસ સરકારના ગૃહમંત્રી રમેશ ચેન્નિથલાએ રવિવારે મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશકુમાર વિરુદ્ધ તપાસના આદેશ આપ્યા છે. આ મામલો મલેશિયાઈ સિવિલ એન્જિનીયર લી. સી. બીનની આત્મહત્યા સાથે જોડાયેલો છે. તેઓ કેરળ સ્ટેટ ટ્રાન્સપોર્ટ પ્રોજેક્ટ હેઠળ એમસી રોડના અપગ્રેડેશનનું કામ કરી રહેલા ઙઅઝઈં-ઇઊક કન્સોર્ટિયમ સાથે સંકળાયેલા હતા.

આરોપ છે કે, એન્જિનીયરની સ્યૂસાઇડ નોટમાં તે સમયે રાજ્યના ઙઠઉ સચિવ રહેલા જ્ઞાનેશકુમારનું પણ નામ હતું. કેરળના ગૃહ વિભાગે 2006ની તપાસ સાથે જોડાયેલી તમામ ફાઇલો મગાવી છે.

ઈઉંઙના સ્થાપક અભિજિત દીપકેએ 2 ઓક્ટોબરે કહ્યું કે, જો જ્ઞાનેશકુમારે રાજીનામું નહીં આપ્યું તો 10 ઓક્ટોબરે સમગ્ર દેશમાંથી કોકરોચ દિલ્હી પહોંચશે.

દીપકેએ લખ્યું, જો દિલ્હી પોલીસ અમને રોકવાનો પ્રયાસ કરશે, તો જ્યાં તેઓ અમને રોકશે, એ જ અમારું જંતર-મંતર હશે. અમારું આંદોલન શાંતિપૂર્ણ રહેશે. અમે મહાત્મા ગાંધી દ્વારા બતાવાયેલા માર્ગ પર ચાલીશું.

 

દિલ્હીમાં દંગલ : છાત્રો જંતર-મંતર ભણી, આપ ઇન્ડિયા ગેટ તરફ

 

નવીદિલ્હી, તા.4 : ચૂંટણી પંચની સર પ્રક્રિયા અને મુખ્ય ચૂંટણી કમિશનર(સીઇસી) જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ દિલ્હીમાં નાગરિક કૂચમાં હજારો છાત્રો અને લોકો જંતર-મંતર ભણી ધસી જવા માંડયા હતા. ઓલ ઇન્ડિયા સ્ટુડન્ટ એસોસિયેશન(આઈસા)નાં નેતૃત્વમાં આ માર્ચ ઇન્ડિયા ગેટથી શરૂ થઈ હતી અને જંતર-મંતર તરફ આગળ વધી હતી. આ દરમિયાન પ્રદર્શનકારીઓ અને પોલીસ વચ્ચે ચકમક પણ ઝરી હતી. આ કૂચમાં આઈસાનાં અધ્યક્ષ નેહા બોરા સહિત સામાજિક કાર્યકરો અને વિભિન્ન છાત્ર સંગઠનોનાં સદસ્યો પણ સામેલ હતાં. બીજીબાજુ ઇન્ડિયા ગેટ તરફ કૂચ કરી રહેલા આમઆદમી પાર્ટીના કાર્યકરોને પોલીસે અટકાયતમાં લીધા હતા.

આ કૂચને પગલે દિલ્હી પોલીસે જંતર-મંતર અને આસપાસના વિસ્તારોમાં સુરક્ષા બંદોબસ્ત વધારી દીધો હતો. જનપથ મેટ્રો સ્ટેશનના ગેટ નંબર-2 પાસે જંતર-મંતર બાજુ જતાં માર્ગ ઉપર બેરિકેડ લગાવીને આવાગમન રોકી દેવામાં આવ્યું હતું. ત્યાંથી પસાર થતાં લોકો ઉપર પોલીસે ચાંપતી નજર રાખી હતી.

આપનાં કાર્યકરોએ જ્ઞાનેશ કુમારની સામે પ્રદર્શન કરીને રાજીનામાની માગણી ઉઠાવી હતી. તે ઇન્ડિયા ગેટ બાજુ આગળ વધતા હતા ત્યારે તેમને પોલીસે અટકાયતમાં લીધા હતા. આપના અધ્યક્ષ સૌરભ ભારદ્વાજે આરોપ લગાવ્યો હતો કે, પોલીસે તેમની સામે દુર્વ્યવહાર કર્યો હતો. સૌરભે કહ્યું હતું કે, ફૂટબોલની માફક તેમને ઉઠાવીને જ્યાં-ત્યાં ફંગોળવામાં આવી રહ્યા છે.

 

 

જ્ઞાનેશ કુમારને હટાવવા અને ચૂંટણી પંચના નિર્ણયો મુદ્દે આજથી સુપ્રીમમાં સુનાવણી

 

નવી દિલ્હી તા. 4 : સુપ્રીમ કોર્ટમાં મુખ્ય ચૂંટણી કમિશનર (સીઈસી) જ્ઞાનેશ કુમારને હટાવવા અને ચૂંટણી પંચના નિર્ણયોને પડકારતી અરજીઓ ઉપર આવતીકાલે પાંચમી ઓક્ટોબરના રોજ સુનાવણી થશે. આ અરજીઓમાં આરોપ મુકવામાં આવ્યો છે કે ચૂંટણી પંચે જ્ઞાનેશ કુમારના નેતૃત્વમાં બે અન્ય ચૂંટણી કમિશનરોની મંજૂરી વિના અમુક નિર્ણયો કર્યા છે. સીજેઆઈ સુર્યકાંત અને જસ્ટિસ જોયમાલ્યા બાગચી, જસ્ટીસ વી મોહનાની બેંચ અરજીઓ ઉપર સુનાવણી કરશે. અરજી રાકેશ કુમાર સિંહ અને વકીલ શૈલેન્દ્ર મણિ ત્રિપાઠી તરફથી દાખલ થઈ છે. રાકેશ કુમાર સિંહ તરફથી દાખલ જનહિતની અરજીમાં સુપ્રીમ કોર્ટ સમક્ષ નક્કી કરવા માગણી થઈ છે કે શું  જ્ઞાનેશ કુમાર વ્યક્તિગત રીતે એવી શક્તિઓનો ઉપયોગ કરી રહ્યા છે જે પુરા ચુંટણી પંચ પાસે છે ? જો આ પ્રક્રિયા સામે આવે તો નિર્ણયોને રદ કરીને યોગ્ય કાર્યવાહી કરવામાં આવે. વધુમાં સુનાવણી થાય ત્યાં સુધી જ્ઞાનેશ કુમારને કામ કરતા રોકવા માગણી થઈ છે. શૈલેન્દ્ર મણિ ત્રિપાઠી તરફથી દાખલ અરજીમાં આરોપ મુકવામાં આવ્યો છે કે સીઈસીના નિર્ણયો સામૂહિક નિર્ણય લેવાની વૈધાનિક વ્યવસ્થાનું ઉલ્લંઘન કરે છે. મુખ્ય ચૂંટણી કમિશનર કોઈપણ વૈધાનિક કે સંવૈધાનિક છૂટ વિના કાયદા હેઠળ સીધા જવાબદાર બનવા જોઈએ અને સામાન્ય આરોપીની જેમ ટ્રાયલ પ્રક્રિયા ચાલવી જોઈએ.

 

ઇ-પેપરના નવા શુલ્ક