કાર ખરીદનારા ઊટ, ઈગઋ, હાઈબ્રિડ મોડેલ પસંદ કરે છે
નવી દિલ્હી,
તા. 7 ઃ
લાંબા સમયથી
બજારમાં સૌથી
વધુ પસંદગી
મેળવનારી પેટ્રોલ
કાર્સની સરખામણીએ
ગ્રાહકો હવે
વૈકલ્પિક ઇંધણ
તરફ ઝડપથી
વળી રહ્યા
છે. ઓગસ્ટ
મહિનામાં પહેલીવાર
એવું બન્યું
છે જ્યારે
CNG, હાઇબ્રિડ
અને ઇલેક્ટ્રિક
(EV) કાર્સનું
સંયુક્ત વેચાણ
પેટ્રોલ કાર્સ
કરતાં આગળ
નીકળી ગયું
છે. આ
ત્રણેય વિકલ્પોએ
મળીને પેસેન્જર
વ્હીકલના રિટેલ
વેચાણમાં રેકોર્ડ
42 ટકા હિસ્સેદારી
હાંસલ કરી
લીધી છે,
જ્યારે પેટ્રોલ
કાર્સનો હિસ્સો
ઘટીને 41 ટકાના
ઓલ-ટાઇમ
નીચલા સ્તરે
પહોંચી ગયો
છે. ઓગસ્ટમાં
પેસેન્જર વ્હીકલ્સનું
રિટેઈલ વેચાણ
વાર્ષિક ધોરણે
16 ટકા વધીને
આશરે 4.01 લાખ
યુનિટ નોંધાયું
છે. ગયા
વર્ષે ઓગસ્ટમાં
પેટ્રોલ કાર્સનો
માર્કેટ શેર
46 ટકા હતો,
જે એક
જ વર્ષમાં
5 ટકા ઘટીને
41 ટકા પર
આવી ગયો
છે. કાર
ખરીદતી વખતે
ગ્રાહકો હવે
કિંમત અને
ડિઝાઇન ઉપરાંત
માઇલેજ, રાનિંગ
કોસ્ટ અને
નવી ટેક્નોલોજી
જેવા પરિબળોને
પ્રાથમિકતા આપી
રહ્યા છે.