• મંગળવાર, 08 સપ્ટેમ્બર, 2026

ઇશાનની 270 રનની મેરેથોન ઇનિંગથી ઇસ્ટ ઝોનના 708

દુલિપ ટ્રોફી ફાઇનલમાં નોર્થ ઝોનના બોલર્સ 163 ઓવર ફેંકી લોથપોથ

ચેન્નાઇ, તા.7 કપ્તાન ઇશાન કિશનની રેકોર્ડબ્રેક 270 રનની મેરેથોન ઇનિંગની મદદથી દુલિપ ટ્રોફી ફાઇનલમાં ઇસ્ટ ઝોન ટીમે 708 રન ખડક્યાં છે. નોર્થ ઝોન સામેના ફાઇનલમાં ઇશાન કિશને 334 દડામાં 30 ચોક્કા અને 7 છક્કાથી 270 રન બનાવી નવમી વિકેટના રૂપમાં આઉટ થયો હતો. 20 રન બનાવ્યા બાદ ઇશાન થાકીને રિટાયર્ડ હર્ટ થયો હતો. પછી ફરી ક્રિઝ પર આવ્યો હતો, અને વધુ 20 રન કરી કુલ 270 રને આઉટ થયો હતો. આથી તે ત્રેવડી સદી ચૂકી ગયો હતો. મેચના બીજા દિવસના અંતમાં ઇસ્ટ ઝોનની પહેલી ઈનિંગ 163 ઓવરમાં 708 રને સમાપ્ત થઇ હતી. નોર્થ ઝોન તરફથી ત્રિપુરાણા વિજયે 4 વિકેટ લીધી હતી. ઇસ્ટ ઝોને દુલિપ ટ્રોફી ઈતિહાસનો સાતમો સૌથી મોટો સ્કોર બનાવ્યો હતો. સૂચિમાં પહેલા સ્થાને નોર્થ ઝોન ટીમ છે. તેણે 1987માં વેસ્ટ ઝોન સામેના મેચમાં 868 રન કર્યાં હતા.

ઇસ્ટ ઝોને ફાઇનલના બીજા દિવસે તેનો પહેલો દાવ 4 વિકેટે 38 રનથી આગળ વધાર્યોં હતો. ઇશાન કિશન અને કુમાર કુશાગ્ર વચ્ચે પાંચમી વિકેટમાં 230 રનની ભાગીદારી થઇ હતી. કુશાગ્રએ 101 રન કરી સદી ફટકારી હતી. જયારે ઇશાનના સાથમાં અનુકુલ રોયે 4 અને કુનેન કુરેશીએ 40 રન કર્યા હતા.

મોહમ્મદ શમી 28 રને આઉટ થયો હતો. આથી ઇસ્ટની ઇનિંગ 708 રને સમાપ્ત થઇ હતી. નોર્થ તરફથી સિરાજે 2 ઓવર ફેંકી હતી પણ વિકેટ મળી હતી

ઇ-પેપરના નવા શુલ્ક