• મંગળવાર, 08 સપ્ટેમ્બર, 2026

બોટાદના કૃષ્ણસાગર તળાવમાં ઝંપલાવી પ્રેમી પંખીડાનો આપઘાત

ફાયર ટીમે બંનેના મૃતદેહ બહાર કાઢી પીએમ અર્થે સોનાવાલા હોસ્પિટલ ખસેડÎ; પરિવારજનોમાં શોક

બોટાદ, તા.7 બોટાદ શહેરના પાળિયાદ રોડ પર આવેલા કૃષ્ણસાગર તળાવમાં બે પ્રેમી પંખીડાઓએ આપઘાત કરવાના હેતુથી પાણીમાં ઝંપલાવી દેતાં સમગ્ર શહેરમાં ભારે ચકચાર મચી ગઈ હતી, જેમાં મૃતકોની પ્રાથમિક

વિગતો મુજબ બોટાદના રહેવાસી ઇમરાનભાઈ આરિફભાઈ (ઉંમર 21) અને પાટી ગામના રહેવાસી રેણુકાબેન દિનેશભાઈ રાઠોડ (ઉંમર 21) વચ્ચે પ્રેમસંબંધ હોવાનું બહાર આવ્યું છે અને બંનેએ આતમઘાતી પગલું ભરી જીવન ટૂંકાવ્યું હતું.

ઘટનાની જાણ થતાં બોટાદ ફાયર કંટ્રોલ રૂમની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી અને ભારે જહેમત બાદ બંને પ્રેમી યુગલના મૃતદેહોને તળાવમાંથી બહાર કાઢી પોલીસને સોંપ્યા હતા, ત્યારબાદ પોલીસે ઘટનાસ્થળે પહોંચી મૃતદેહોનો કબજો મેળવીને પોસ્ટમોર્ટમ સહિતની આગળની કાનૂની કાર્યવાહી માટે સોનાવાલા હોસ્પિટલ ખાતે ખસેડÎ હતા જ્યાં મોટી સંખ્યામાં લોકો અને સમાજના આગેવાનો એકત્ર થઈ જતા કમકમાટીભર્યું વાતાવરણ સર્જાયું હતું અને પરિવારજનોમાં શોક છવાઈ ગયો હતો, જ્યારે સમગ્ર મામલે પોલીસે આગળની વધુ તપાસ હાથ ધરી છે

ઇ-પેપરના નવા શુલ્ક