• શનિવાર, 08 ઑગસ્ટ, 2026

અભ્યાસ મેચમાં ભારતીય બોલર્સને હંફાવી શ્રીલંકા ઇલેવનના 8/363

રવીન્દ્ર, કુલદીપ અને માનવને 2-2 વિકેટ મળી

કોલંબો તા.7: અભ્યાસ મેચમાં ભારતીય ટીમના બોલર્સને હંફાવીને શ્રીલંકા ઇલેવને પહેલા દિવસની રમતના અંતે 8 વિકેટે 363 રનનો સ્કોર બનાવ્યો હતો. ભારતીય ફિલ્ડર્સે કેટલાક કેચ પણ પડતા મુકયા હતા. ભારત તરફથી ત્રણ સ્પિનર રવીન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ અને માનવ સુથારને 2-2 વિકેટ મળી હતી. ઝડપી બોલર ગુરુનુર બ્રારે એક વિકેટ લીધી હતી.

શ્રીલંકા તરફથી બન્ને ઓપનરે અર્ધસદી કરી 110 રનની ભાગીદારી કરી હતી. નિશાન મદુશ્કા 6પ દડામાં 11 ચોક્કા-1 છક્કાથી ઝડપી 66 રન કરી રનઆઉટ થયો હતો. રવિંદુ રસંતાએ 71 રન બનાવ્યા હતા. આ સિવાય શ્રીલંકા ઇલેવનના કેપ્ટન સોનલ દિનુશાએ બાવન રન કર્યાં હતા. સૂજલા સૂર્યાંબંડારાએ 3પ, અહાન વિક્રમાસિંઘેએ 31 અને રમેશ મેન્ડિસે 32 રન કરી ભારતીય બોલર્સનો મક્કમતાથી સામનો કર્યોં હતો.

 

ઇ-પેપરના નવા શુલ્ક