પાકિસ્તાની સેનાએ શરૂ કર્યો અબાબીલ પ્રોજેક્ટ ઃ સરહદ નજીક ડ્રોન, એર ડિફેન્સ સિસ્ટમ અને સ્પેશિયલ કમાન્ડોની તૈનાતી શરૂ કર્યાના અહેવાલ
નવી દિલ્હી,
તા. 7 ઃ
ભારત અને
પાકિસ્તાન વચ્ચે
કાશ્મીર બાદ
વધુ એક
તણાવનું ક્ષેત્ર
ઉભરીને સામે
આવી રહ્યું
છે. આ
વિસ્તાર બન્ને
દેશની સમુદ્રી
સરહદ નજીક
ગુજરાતના કચ્છમાં
આવેલું સર
ક્રીક છે.
જયાં પાકિસ્તાને
છેલ્લા અમુક
દિવસોમાં નૌસૈનિક
અને સૈન્ય
માળખાનો ઝડપથી
વિકાસ શરૂ
કર્યો છે.
પાકિસ્તાને સર
ક્રીક વિસ્તારમાં
અબાબીલ- ધ
ડિવાઈન સ્ટ્રાઈક
નામનો એક
સૈન્ય પ્રોજેક્ટ
શરૂ કર્યો
હોવાના રિપોર્ટ
છે. જેના
હેઠળ રણનીતિક
રૂપથી સંવેદનશીલ
આ વિસ્તારમાં
પાકિસ્તાની સ્પેશિયલ
ફોર્સ, ડ્રોન,
નૌસૈનિક સરંનમ
અને એર
ડિફેન્સ સિસ્ટમની
તૈનાતી વધારી
છે. જેમાં
ચીન અને
તુર્કી દ્વારા
પણ મદદ
કરવામાં આવી
છે.
પાકિસ્તાને અબાબીલ
પ્રોજેક્ટ હેઠળ
સર ક્રીક
વિસ્તારમાં ખાસ
નેવલ સ્પેશિયલ
સર્વિસ ગ્રુપ
(એસએસજી-એન)
કમાન્ડોને તૈનાત
કર્યા છે. અહેવાલ
અનુસાર પાકિસ્તાન
તુર્કીના ડ્રોન,
ચીનના હોવરક્રાફ્ટ
અને સાથે
રોકેટ તેમજ
વાયુ રક્ષા
પ્રણાલીઓ સર
ક્રીકના નજીકના
વિસ્તારમાં તૈનાત
કરવાની ગતિવિધિ
શરૂ કરી
છે. હકીકતમાં
પાકિસ્તાને સર
ક્રીક અને
અરબ સાગરમાં
ભારતની હાજરીને
પડકારવા માટે
માનવરહિત હવાઈ
અને દરિયાઈ
ડ્રોન સેનામાં
સામેલ કર્યા
છે.