40 જેટલા વિદ્યાર્થીના નામે રૂ.24.44 લાખની સ્કોલરશીપ મેળવી 11 લાખ ઉપાડી લીધા હતા
જૂનાગઢ, તા.6ઃ
જૂનાગઢમાં બે
માસ પહેલા
ગુજરાત એજ્યુકેશન
નામની સંસ્થા
વિદ્યાર્થીઓને બોર્ડ
અને યુનિવર્સિટીની
પરીક્ષા પાસની
ગેરંટી આપી
નાણા પડાવતી
હોવાનું કૌભાંડ
બહાર આવ્યું
હતું. પોલીસ
તપાસમાં સંસ્થાના
સંચાલકે મસમોટી
રકમની સ્કોલરશીપની
ઉચાપત કર્યાનું
બહાર આવતા
તેની ધરપકડ
કરી કોર્ટમાં
રજૂ કરતા
કોર્ટે ચાર
દિવસના રિમાન્ડ
મંજૂર કર્યા
છે.
શહેરના સરદારપરામાં
આવેલા મેરી
ગોલ્ડ કોમ્પલેક્સમાં
ગુજરાત એજ્યુકેશન
સંસ્થા સરકાર
માન્ય નામનું
બોર્ડ લગાવી
તેના સંચાલક
વિદ્યાર્થીઓને બોર્ડ
અને યુનિવર્સિટીની
પરીક્ષા સો
ટકા પાસની
ગેરંટીની લોભામણી
લાલચ આપી
અનુ. જાતિના
વિદ્યાર્થીઓના ઓરીજનલ
ડોક્યુમેન્ટ પોતાની
પાસે રાખી
ગુજરાત અને
ગુજરાત બહારની
યુનિવર્સિટીઓ તથા
ઓપન બોર્ડની
સ્કૂલોમાં એડમિશન
કરાવી સ્કોલરશીપ
મેળવવા માટે
રેકોર્ડ ઊભું
કરી, અનુ.જાતિ
નાયબ નિયામકની
કચેરીમાં આવા
ફોર્મ રજૂ
કરી વિદ્યાર્થીઓના
નામે મોટી
રકમની સ્કોલરશીપ
એકત્ર કરાતી
હોવાનું પોલીસ
તપાસમાં બહાર
આવ્યું હતું.
તપાસમાં આ
સંસ્થાની ઓફિસમાંથી
વિદ્યાર્થીઓના નામે
110 જેટલા સીમકાર્ડ,
નવ મોબાઈલ
અને 149 જેટલા
બેન્ક એકાઉન્ટ
કિટ કબજે
કરી હતી.
નાયબ નિયામક
અનુ. જાતિ
કચેરીમાં તપાસ
કરતા 40 વિદ્યાર્થીની
સ્કોલરશીપની રકમ
રૂ.24.44 લાખ
જમા થયાનું
બહાર આવ્યું
હતું. તેમાંથી
સંસ્થાએ રૂ.11લાખ
ઉપાડી લીધાનું
બેંક તપાસમાં
જણાયુ હતું.
આ અંગે
પી.એસ.આઇ.
એસ. એન.
સોલંકીએ સંસ્થાના
સંચાલક દર્શન
નટવરલાલ મેસવાણિયા
સામે સ્કોલરશીપ
ઉચાપત સહિતના
ગુના નોંધ્યા
હતા. પોલીસે
રિમાન્ડની માગણી
સાથે આરોપીને
કોર્ટમાં રજૂ
કરતા અદાલતે
ચાર દિવસના
પોલીસ રિમાન્ડ
ઉપર સોંપવાનો
હુકમ કર્યો
હતો.