રાજકોટ, તા.6ઃરાજકોટ ગ્રામ્ય સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનની ટીમે એક મોટી સફળતા મેળવતા જસદણના યુવક સાથે થયેલી લાખો રૂપિયાની સાયબર છેતરાપિંડીનો પર્દાફાશ કર્યો છે. ફેસબુક પર જર્મન યુવતીના નામે બોગસ એકાઉન્ટ બનાવી યુવક સાથે મિત્રતા કેળવવામાં આવી હતી અને ત્યારબાદ ગૂગલ ટ્રાન્સલેટ તથા ચેટજીપીટી જેવા આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ ટૂલ્સનો ઉપયોગ કરીને ગુજરાતી ભાષામાં વાતચીત કરી તેને વિશ્વાસમાં લેવાયો હતો. ઠગ ટોળકીએ દિલ્હી એરપોર્ટ પરથી 30 હજાર યુરો, સોનાની ચેઈન, આઈફોન અને ઘડિયાળ ધરાવતું મૂલ્યવાન ગિફ્ટ પાર્સલ આવ્યું હોવાનું કહી તેને છોડાવવાના બહાને અલગ-અલગ ચાર્જ પેટે યુવક પાસેથી કુલ રૂ. 6,31,900 ઓનલાઈન પડાવી લીધા હતા. પાર્સલ ન મળતા યુવકે એરપોર્ટ પર તપાસ કરતા પોતાની સાથે છેતરાપિંડી થઈ હોવાનો ખ્યાલ આવ્યો હતો. સાયબર ક્રાઈમની ટીમે સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ, વોટ્સએપ, આઈપી લોગ્સ અને બેંક ટ્રાન્ઝેક્શન જેવા ટેકનિકલ પુરાવાઓના આધારે પગેરું દબાવી ગ્રેટર નોઈડા ખાતે દરોડો પાડી આંતરરાષ્ટ્રીય ગેંગને ઝડપી પાડી હતી.
આ ગુનાનો
ભેદ ઉકેલવા
માટે રાજકોટ
રેન્જ આઈજી
નિર્લિપ્ત રાય
અને એસપી
વિજયાસિંહ ગુર્જરના
માર્ગદર્શન હેઠળ
સાયબર ક્રાઈમ
પીઆઈ આર.જે.ગોધમ,
પીએસઆઈ એ.એન.કામળિયા
તથા તેમની
ટીમે ટેકનિકલ
એનાલિસિસ કર્યું
હતું. તપાસ
દરમિયાન ગ્રેટર
નોઈડાથી પકડાયેલા
મુખ્ય આરોપીઓમાં
જોસેફાઇન યા
અંસાહ એન્જલ
(મૂળ ઘાના),
મંગેગેલી ઇમાની
ડેનિશ (મૂળ
તાંઝાનિયા) અને
ફિલિપ બટીસ્ટા
જોસેફ વેલેન્ટાઈ
(મૂળ દક્ષિણ
સુદાન)નો
સમાવેશ થાય
છે. મહિલા
આરોપી જોસેફાઇન
ફેસબુક પર
’ખફyિ
ખ જફળીયહર’
નામે નકલી
આઈડી ચલાવતી
હતી અને
એઆઈ ટૂલ્સની
મદદથી યુવકને
જાળમાં ફસાવતી
હતી, જ્યારે
અન્ય બે
સહ-આરોપીઓ
એટીએમ દ્વારા
નાણાં ઉપાડી
લેતા હતા.
પોલીસે આરોપીઓ
પાસેથી પાસપોર્ટ,
મોબાઈલ અને
અન્ય મુદ્દામાલ
જપ્ત કરી
ગુનામાં સંડોવાયેલા
કુલ 15 બેંક
એકાઉન્ટ્સમાંથી રૂ.78
હજાર ફ્રીઝ
કરાવ્યા છે
અને ત્રણેય
વિદેશી આરોપીઓના
પાંચ દિવસના
રિમાન્ડ મેળવી
આગળની કાયદેસરની
કાર્યવાહી હાથ
ધરી છે.