• સોમવાર, 08 જૂન, 2026

ડોન બ્રેડમેનને ટક્કર આપતો શુભમન ગિલ

સંગાકારા, સ્મિથ અને જયવર્ધને જેવા ખેલાડીઓને કેપ્ટન તરીકે પાછળ છોડયા

નવી દિલ્હી, તા. 7 : ભારતીય કેપ્ટન શુભમન ગિલ ટેસ્ટ ક્રિકેટમાં એક પછી એક રેકોર્ડ બનાવી રહ્યો છે. ઓછી વયે ટીમ ઈન્ડિયાની કમાન સંભાળનારા શુભમન ગિલે એક એવી ઉપલબ્ધિ પોતાના નામે કરી છે જેનાથી ગિલ ક્રિકેટના સૌથી સફળ કેપ્ટન-બેટ્સમેનોની એલીટ યાદીમાં પહોંચી ગયો છે.

અફઘાનિસ્તાન સામે મુલ્લાંપુરમાં ચાલતા ટેસ્ટ મેચમાં શુભમન ગિલે જોરદાર બેટિંગ કરતા 177 બોલનો સામનો કરીને 126 રન કર્યા હતા. આ શુભમનની ટેસ્ટ કારકિર્દીની 11મી અને કેપ્ટન તરીકે છઠ્ઠી સદી રહી હતી. આ દરમિયાન શુભમને કેપ્ટન તરીકે ટેસ્ટ ક્રિકેટમાં 1000 રન પણ પુરા કર્યા હતા. 1000 કે તેથી વધારે રન કરનારા ટેસ્ટ કેપ્ટનમાં શુભમનની સરેરાશ 82.8ની છે. જે બીજા નંબરે છે. યાદીમાં આગળ માત્ર ડોન બ્રેડમેન છે. જેની સરેરાશ કેપ્ટન તરીકે 101.5ની રહી છે. આ મામલે ગિલે કુમાર સંગાકારા, સ્ટીવ સ્મિથ અને મહેલા જયવર્ધનેને પાછળ છોડી દીધા છે.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક